Homeગુર્જર નગરીરાજકોટથી રાજસ્થાન લગ્નમાં જઈ રહેલા 4 યુવકોના લીંબડી પાસે અકસ્માતમાં મોત

રાજકોટથી રાજસ્થાન લગ્નમાં જઈ રહેલા 4 યુવકોના લીંબડી પાસે અકસ્માતમાં મોત

Team Chabuk-Gujarat Desk: રાજકોટથી રાજસ્થાન લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા યુવકોની ઈકો કારને લીંબડી પાસેના કટારીયા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. ઈકો કાર અને ખાનગી બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં ચાર યુવકોને ઘટના સ્થળે મોત નિપજ્યા છે જ્યારે 2 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ ઘટના ગઈકાલે મોડી રાતની છે.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટના યુવકો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જવા માટે ઈકો કારમાં સવાર થઈને નીકળ્યા હતા. તે દરમિયાન લીંબડી તાલુકાના કટારીયા ગામ પાસે ઈકો કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર ખાનગી લક્ઝરી સાથે ટકરાઈ હતી. જેમાં ઈકો કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં ચાર યુવકોનો કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, તો અન્ય બે યુવકો ઈજાગ્રસ્ત થયા છે. કાર એટલી હદે બૂકડો વળી ગઈ હતી કે, ઘાયલ તથા મૃતક યુવકોને કારના પતરા ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટના વિશે જાણ થતા જ યુવકોના પરિવારજનો દોડી આવ્યા હતા. હોસ્પિટલનો માહોલ શોકમગ્ન બની ગયો હતો. 

મૃતકના નામ

આ અકસ્માતમાં મૃત્યુ પામનારના નામ જોઈએ તો રાજસ્થાનના રહેવાસી સાગરભાઇ જે. પવાર (ઉંમર 27 વર્ષ) તથા રાજકોટના રહેવાસીઓ અનિલભાઈ બી. ચૌહાણ (ઉંમર 25 વર્ષ), સંદિપભાઇ કે. જોટાણીયા (ઉંમર 25 વર્ષ) અને ઇમરાનભાઇ કે. સમા (ઉંમર 24 વર્ષ) છે.

અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments