Team Chabuk-Gujarat Desk: ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વર્ષ ૨૦૧૯ થી અમલ મુકવામાં આવી છે. ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારને વાર્ષિક રૂ. ૬૦૦૦/- સહાય ૩ (ત્રણ) હપ્તામાં ચુકવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મોરબીના લાભાર્થી ખેડૂતોને ફરજિયાત બેંક ખાતા આધાર સીડિંગ કરવા અનુરોધ કરવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજિયાત “આધાર” સીડિંગ કરવાનું થાય છે. આ માટે લાભાર્થી જાતે પી.એમ. કિસાન પોર્ટલ પર e-kyc મોડ દ્વારા કરી શકાશે અથવા નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન સુવિધા ધરાવતાં કોમન સર્વિસ સેન્ટરમાં જઈ આધાર સીડિંગ કરાવી શકશે. જેનો ચાર્જ રૂ. ૧૫ લાભાર્થીએ ચૂકવવાનો રહેશે.

વધુમાં એપ્રિલ-૨૦૨૦ થી યોજનાનો લાભ આધાર બેઝડ પેમેન્ટના અનુસાર કરવામાં આવશે. અર્થાત લાભાર્થી ખેડૂતોનું જે બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીંક કરેલ હોય તે એકાઉન્ટમાં સહાયની રકમ ચુકવવામાં આવશે. જેથી જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતાને આધારકાર્ડ સાથે લીંક ન કરાવેલ હોય તેમણે સત્વરે તેમને લાગુ પડતી બેન્કનો સંપર્ક કરી આધાર સિડિંગ કરાવી લેવાનું રહેશે. ભારત સરકાર તથા રાજ્ય સરકારની સુચના અનુસાર યોજનાનો લાભ લેવા માટે આધાર અને બેંક ખાતા સાથે આધાર સિડિંગ કરાવવું ફરજિયાત હોય ખેડૂતોએ આધાર અને બેંક ખાતા આધાર સિડિંગ” કરાવી લેવું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત