Homeગુર્જર નગરીજૂનાગઢઃ ઝાંઝરડા ચોકડી પાસે હીટ એન્ડ રનમાં ભિક્ષુકનું મોત, ઝાંઝરડા ચોકડીથી ચોબારી...

જૂનાગઢઃ ઝાંઝરડા ચોકડી પાસે હીટ એન્ડ રનમાં ભિક્ષુકનું મોત, ઝાંઝરડા ચોકડીથી ચોબારી ફાટક સુધી નથી એક પણ સ્પીડબ્રેકર

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનની અડફેટે વૃદ્ધ ભિક્ષુકનું મૃત્યુ થયું છે. મોડી રાત્રે ઝાંઝરડા ચોકડીથી ચોબારી ફાટક તરફ જવાના માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ભીક્ષુકના લોહીથી ખાબોચિયું ભરાઈ ગયું હતું.

બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભિક્ષુકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપ છે કે, આ રસ્તા પર અવારનવાર દુર્ઘટના સર્જાતી રહે છે.. ઝાંઝરડા ચોકડીથી ચોબારી ફાટક સુધી એક પણ સ્પીડ બ્રેકર નથી. એટલું જ નહીં સ્ટ્રીટ લાઈટ પણ ન હોવાથી વધુ મુશ્કેલી સર્જાય છે.

joi e che

સ્થાનિકોની માગણી છે કે, આ રસ્તા પર સ્ટ્રીટ લાઈટ મુકવામાં આવે તમજ બેફામ ચાલતા વાહનોની સ્પીડ પર કાબૂ કરવા માટે સ્પીડ બ્રેકર પણ લગાવવામાં આવે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments