Team Chabuk-Gujarat Desk: નવરાત્રિ મહોત્સવ હવે અંતિમ ચરણોમાં છે. બે વર્ષ બાદ નવરાત્રિ મહોત્સવની મંજૂરી મળી હોવાથી ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં સૌથી મોટું અને સૌથી જાજરમાન આયોજન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કરવામાં આવ્યું છે. ખોડલધામ દ્વારા રાજકોટ શહેરના ચાર ઝોન સહિત રાજ્યભરમાં કુલ 25 જગ્યાએ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોનમાં ગઈકાલે આઠમા નોરતાની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આઠમ નિમિત્તે મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી સાથે જ હજારો ખેલૈયાઓએ મન મૂકીને ગરબે રમીને માતાજીની આરાધના કરી હતી. ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં આઠમની મહાઆરતી અને ગરબાનો અલૌકિક નજારો તસવીરોમાં આપ જોઈ શકો છો.









શ્રી ખોડલધામન નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન- રાજકોટમાં આજે અને આવતીકાલે દશેરાના દિવસે પણ રાસ-ગરબાની રમઝટ બોલશે.. સ્પીડવેલ પાર્ટી પ્લોટવાળો નવો 150 ફૂટ રીંગ રોડ, કણકોટ રોડ કોર્નર, રાજકોટ ખાતે વિશાળ મેદાનમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત