Team Chabuk-National desk: કેંદ્ર સરકારે બાળકોને નિશાનો બનાવનાર ભ્રામક વિજ્ઞાપનોને નિયંત્રિત કરવા માટે જૂન મહિનામાં વિસ્તૃત દિશાનિર્દેશન કર્યું હતું. આ અંતર્ગત હવે પ્રખ્યાત સ્ટાર્સને પણ જાહેરાત પ્રત્યે જવાબદાર રહેવા કહેવામાં આવ્યું હતું. સરોગેટ વિજ્ઞાપનો પર પણ રોક લાદી દીધેલ છે. સત્યતા સાબિત કર્યા વગરના વિજ્ઞાપનો કે ભ્રામક એડ પર હવે રોક લગાવી દેવાઇ છે.
એડવાઇઝરીએ ગાઈડલાઇન્સ બાહર પાડી કારણ કે દેશનાં મોટાભાગના વિસ્તારો કે ઝોનમાં સટ્ટાબાજી અને જુગાર પર પ્રતિબંધ છે. યુવાનો અને ખાસ કરીને બાળકો પર આવા વિજ્ઞાપનની ખોટી અસર થાય છે અને ગેરમાર્ગે જવા પ્રેરણા આપે છે. યુવકો અને ખાસ કરીને બાળકો માટે નોંધપાત્ર નાણાકીય અને સામાજિક- આર્થિક જોખમ ઊંભું થાય છે. તેથી જ ઓફલાઇન કે ઓનલાઇન એમ તમામ પ્રકારની સટ્ટાબાજી ક જુગાર સંબંધીત વિજ્ઞાપનો પર રોક લગાવાઇ છે.
Centre asks news websites, OTT platforms, TV channels to refrain from carrying ads of offshore betting sites
— ANI Digital (@ani_digital) October 3, 2022
Read @ANI Story | https://t.co/RCBbBt7KVs #OTT #OffshoreBetting #TVChannels pic.twitter.com/YxEUGewXkS
મંત્રાલયે અવલોકન કર્યું છે કે પ્રમોશનલ કોન્ટન્ટ અને એડ સટ્ટાબાજીના પ્લેટફોર્મ અને ott પર હજી જોવા મળે છે. એવું પણ જોવા મળ્યું છે કે ઓનલાઈન ઓફશોર સટ્ટાબાજીના પ્લેટફોર્મ ડિજિટલ મીડિયા પર સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાત કરવા માટે સરોગેટ પ્રોડક્ટ તરીકે ન્યૂઝ વેબસાઈટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. તેથી આ તમામ એક્શનને રોકવા અને સમાજમાં થતાં કૌભાંડ રોકવા મીનિસ્ટ્રીએ આ નોટીસ જાહેર કરી છે. જો આ ઓર્ડરનો ભંગ થશે તો પરિણામે જે-તે વ્યકિત કે કંપનીને સજા મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત