Homeગુર્જર નગરીચૂંટણી પૂર્ણ હવે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા માટે થઈ જાવ તૈયાર, ગુજરાત સરકારને...

ચૂંટણી પૂર્ણ હવે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા માટે થઈ જાવ તૈયાર, ગુજરાત સરકારને છેલ્લા બે વર્ષમાં અધધ 34,094 કરોડ રૂપિયાની જંગી આવક થઈ છે

Team Chabuk-Gujarat Desk: પાંચ રાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. હવે ઈંધણના ભાવ ન વધે તો નવાઈ. સુષુપ્ત અવસ્થામાં રહેલા ઈંધણના ભાવ જાગી જશે અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભાવ વધી જાય એમ પણ બને! કોરોના પોતાની પીચ પર હતો ત્યારે મોંઘવારીએ માજા મૂકી હતી. એમાં પેટ્રોલ-ડિઝલે સેન્ચુરી ફટકારી હતી.

જાણીને આશ્ચર્ય થશે પણ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી સરકારને માતબર આવક થઈ છે. ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. આંકડાઓ પ્રમાણે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ-ડિઝલ-પીએનજી-સીએનજીના વેચાણમાં લેવામાં આવતા વેટ પેટે રાજ્ય સરકારને 34,094 કરોડ રૂપિયાની જંગી આવક થઈ છે.

વેટમાં ઘટાડો કર્યો હોવા છતાં રાજ્ય સરકારની આવકમાં ગત વર્ષની તુલનાએ માતબર વધારો થયો છે. પેટ્રોલ-ડિઝલના વેટમાંથી રાજ્ય સરકારને વર્ષ 2021માં વીસ હજાર કરોડની આવક થઈ હતી. તેના ગત વર્ષે એટલે કે વર્ષ 2020માં રાજ્ય સરકારને પેટ્રોલ-ડિઝલ-પીએનજી-સીએનજીના વેચાણમાં વેરા પેટે 13,691 કરોડ રૂપિયાની વાર્ષિક આવક થઈ હતી. 2021માં નાનો મોટો નહીં પણ રૂપિયા 6700 કરોડનો વધારો થયો હતો. એટલે કે 2021માં રાજ્ય સરકારની પેટ્રોલ-ડિઝલ-પીએનજી-સીએનજી થકી 20,402 કરોડ રૂપિયા આવક થઈ હતી.

વર્તમાન સમયે પેટ્રોલ પર 13.7 અને ડિઝલ પર 14.9 વેટની વસૂલાત કરવામાં આવે છે. બંને પર ચાર ટકા સેસની પણ વસૂલી થાય છે. વાહનોમાં વપરાતા સીએનજી અને ઘર વપરાશના પીએનજી પર વેટનો દર 15 ટકા વસૂલવામાં આવે છે. પેટ્રોલ-ડિઝલ પરના વેટમાં ઘટાડો કરવાના કારણે નાગરિકોને 7 રૂપિયાની રાહત થઈ હોવાની વાણી સરકારે પોકારી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments