Homeગુર્જર નગરીરાજકોટને મળી બીજી ખીલખીલાટ વાન, હવે રાત્રે પણ સેવા પૂર્ણ પાડશે

રાજકોટને મળી બીજી ખીલખીલાટ વાન, હવે રાત્રે પણ સેવા પૂર્ણ પાડશે

Team Chabuk-Gujarat Desk: આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાજ્ય સરકારની મહિલાઓને અનોખી ભેટ સ્વરૂપે રાજ્ય સરકાર અને GVK EMRI દ્વારા ચલાવવામાં આવતી ખીલખીલાટ વાનની આરોગ્ય સેવા હવે રાત્રે પણ ઉપલબ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેને અનુલક્ષીને રાજકોટ જિલ્લામાં પણ આવી જ એક નવી શરૂઆત થવાં જઇ રહી છે. જેમાં માતા અને બાળક ની સુરક્ષા કાર્યક્રમ હેઠળ સગર્ભા- ધાત્રી માતાઓ તેમજ નવજાત શીશુ માટે સમગ્ર રાજ્યમાં દિવસે જ કાર્યરત એવી ‘ખીલખીલાટ વાન’ ની સેવા હવેથી રાત્રે પણ તેની સેવા પૂરી પાડશે.

રાજકોટમાં ગુજરાત સરકાર અને GVK EMRI દ્વારા કુલ ૨૬ ખીલખીલાટ વાન દિવસ  દરમ્યાન કાર્યરત છે, જે પૈકી રાજકોટની પી.ડી.યુ તેમજ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે કુલ બે વાન દ્વારા નવજાત શીશુઓ અને સગર્ભા મહિલાઓ માટેની ‘ખીલખીલાટ વાન’ની રાત્રી સેવાની શરૂઆત થવાં જઇ રહી છે.

આ વાનની શરૂઆત થવાથી મહિલાઓને રાત્રીના સમયે પડતી અગવડતાઓનો અંત આવશે અને મહિલા તેમજ તેના બાળકની સુરક્ષામાં વધારો થશે. બાળક તથા સગર્ભા મહિલાઓને રાત્રીના આકસ્મિક સંજોગોમાં સાધન ન મળવાની હાલાકીમાંથી મુક્તિ મળશે તેમ ઇમર્જન્સી ઈ.એમ.ઈ. વિરલ ભટ્ટે જણાવ્યું છે.

રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૨થી આ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. આજે રાજકોટ જિલ્લામાં ૨૬ ખિલખિલાટ વાન કાર્યરત છે અને સગર્ભા માતા અને નવજાત શિશુને સેવા પૂરી પાડે છે. આ સેવા થકી સગર્ભા માતાને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે સુરક્ષિત રીતે લાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. વર્ષ ૨૦૧૯ માં ૫૮,૨૦૧ , વર્ષઃ ૨૦૨૦ માં ૯૫,૬૮૦ અને વર્ષઃ ૨૦૨૧ માં ૧,૨૨,૧૮૩ એમ ત્રણ વર્ષમાં જ કુલ-૨,૭૬,૦૬૪ માતા અને બાળકોએ આ સેવાનો લાભ લીધો હોવાનું પ્રોજેક્ટ કોર્ડીનેટર જ્યેન્દ્ર સોલંકીએ માહિતી આપતા  જણાવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments