Homeગામનાં ચોરેશાહરૂખ ખાનના ઘરે એનસીબીના અધિકારીઓ આ માટે ગયા હતા

શાહરૂખ ખાનના ઘરે એનસીબીના અધિકારીઓ આ માટે ગયા હતા

Team Chabuk-National Desk: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આજે 21 ઓક્ટોબરના રોજ શાહરૂખ ખાનના ઘર મન્નતમાં એનસીબીની ટીમ પહોંચી હતી. એનસીબીના અધિકારીઓ શાહરૂખ ખાનના ઘરે નોટિસ આપવા માટે ગયા હતા. આ નોટિસમાં લખવામાં આવ્યું હતું કે, જો આર્યન ખાનની પાસે કોઈ પણ પ્રકારનું ઈલેક્ટ્રોનિક ડિવાઈસ હોય તો તે એનસીબીને સોંપી દે. એનસીબીના અધિકારી વીવી સિંહ શાહરૂખ ખાનના ઘરે પહોંચ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, તપાસથી સંલગ્ન પેપર વર્ક અહીં રહી ગયું છે, જેને તેઓ પૂર્ણ કરવા ઈચ્છે છે.

શાહરૂખ ખાન આજે આર્યનને મળવા આર્થર રોડ જેલ ગઈ ગયા હતા. બંનેની વાતચીત એક કાચની દિવાલની સામ સામે બેસીને ઈન્ટરકોમ પર થઈ હતી. આર્યન પોતાના પિતાને જોઈ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો હતો. આ મુલાકાત 15થી 16 મિનિટની હતી.

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જમાનત અરજીને સેશન્સ કોર્ટે 20 ઓક્ટોબરે અસ્વીકૃત કરી દીધી હતી. આર્યનના વકીલે હવે બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જસ્ટીસ નીતિન ડબલ્યૂ સામ્બ્રેની અદાલતમાં જમાનત અરજી દાખલ કરી છે. 26 ઓક્ટોબરના રોજ તેની સુનાવણી થશે. 26 ઓક્ટોબર સુધી આર્યન હજુ જેલમાં જ રહેશે.

શાહરૂખ ખાન જ નહીં પણ આ સિવાય એનસીબીની એક ટીમ ચન્કી પાંડેની પુત્રી અનન્યા પાંડેના ઘરે પણ પહોંચી હતી. અનન્યા પાંડેના ફોનને એનસીબીએ જપ્ત કરી લીધો છે. અનન્યા બે વાગ્યે પિતાની સાથે એનસીબીની ઓફિસમાં હાજર થઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments