Team Chabuk-Gujarat Desk: આણંદના વરસડા ગામમાં ખેતરમાં ખેતી કામ કરતા ખેડૂતનું વીજ કરંટથી મૃત્યુ થયું છે, વીજ વાયર પગમાં ભરાતા કનુ ભરવાડ નામના વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો. વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું દુ:ખદ મૃત્યુ થયું છે. પાપ્ત વિગતો મુજબ ખેતરમાં વીજ વાયર પગમાં ભરાતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો હતો.
વરસડા ગામમાં કનુ ભરવાડ નામના 59 વર્ષીય ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતા હતા જે દરમિયાન જમીન પર પડેલો જીવીત વીજ તાર તેમના પગમાં ભરાઈ જતા તેમનું મોત થયું છે. જીવીત વીજ તાર ખેડૂતન પગમાં વીટોળાઈ ગયો હતો અને જે કરંટના મારથી તેઓ છૂટી શક્યાં ન હતા અને જેમાં તેઓ ખૂબ દાજી ગયા હતા. જે બનાવને પગલે ખેડૂત કનુ ભરવાડનું મોત થયું છે. જે ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોઝુ ફરી વળ્યું હતું. પરિવાર પર આફત આવી પડી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ઘટનાને લઈ તમામ દુ:ખ વ્યક્ત કર્યો હતો. આ બનાવ કઈ રીતે બન્યો તેમજ લાપરવાહી બાબતે પોલીસ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
