Homeગુર્જર નગરીસુરતઃ પત્નીની આત્મહત્યાની દૂષ્પ્રેરણાનો બદલો લેવા હત્યાનો પ્લાન, પોલીસે આ રીતે ગુનાનો...

સુરતઃ પત્નીની આત્મહત્યાની દૂષ્પ્રેરણાનો બદલો લેવા હત્યાનો પ્લાન, પોલીસે આ રીતે ગુનાનો ભેદ ઉકેલ્યો

Team Chabuk-Gujarat Desk: સુરતના કતારગામાં ચપ્પુની અણીએ પાંચ જેટલા શખ્સો દ્વારા બે પૈકી એક મિત્ર ઉપર જીવલેણ હુમલો કરી મોબાઇલની લૂંટ ચલાવવાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ફરાર અન્ય એક આરોપીની પત્નીનો ઇજાગ્રસ્ત યુવક જોડે પ્રેમ સંબંધ ચાલતો હોવાનું અને પરિણીતાએ વર્ષ અગાઉ આપઘાત કર્યો હોવાનું પણ ખુલ્યું છે.

આ કેસને લૂંટ અને હુમલાનો પ્લાન બનાવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આરોપીની હાલ શોધખોળ હાથ ધરી છે. જ્યારે ઝડપાયેલા આરોપીઓ પાસેથી બે ઘાતક હથિયારો, બે વાહનો સહિત ચાર મોબાઈલ મળી 1.50 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં વડલા સર્કલ પાસે ગત 13મી જૂનની રાતના સાડા અગિયાર વાગ્યાના અરસામાં પસાર થઈ રહેલા બે મિત્રોમાંથી એક પર મોપેડ અને મોટર સાયકલ પર આવેલ ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં બે જેટલા મોબાઇલની લૂંટ કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે કતારગામ પોલીસે ઇજાગ્રસ્ત યુવકના મિત્રની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. ગુનો ગંભીર પ્રકારનો હોવાથી સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

doctor plus

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળેલ બાતમીના આધારે પુણા બીઆરટીએસ રોડ પાસે આવેલા શાયોના પ્લાઝા પાસેથી આરોપી સંદીપ ઉર્ફે એચપી જાદવ, આશિષ વલ્લભભાઈ મકવાણા, દિપક ઉર્ફે ડીડી રાજુભાઈ સરવૈયા અને એક સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, ફરાર આરોપી અજીત ઉર્ફે અજ્જુ રણછોડ ભાલીયાની પત્ની અને ઇજાગ્રસ્ત સાગર વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો. સાગરના મોબાઇલમાં આરોપી અજીત ઉર્ફે અજજુની પત્નીના ફોટા હોય અને એક વર્ષ અગાઉ તેની પત્નીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

સાગરના કારણે પત્નીએ આ પગલું ભર્યું હોવાનું માનીને આરોપી અજીત ઉર્ફે અજજુએ તેના સાગરિતો સાથે મળીને જીવલેણ હુમલો કર્યો હતો. 13મી જૂનના રોજ રાત્રે સવા અગિયાર વાગ્યાના અરસામાં સાગરની રેકી કરી અગાઉથી બનાવેલા પ્લાન મુજબ વડલા સર્કલ પાસે તેને આંતરી હુમલાબાદ લૂટની ઘટનાને અંજામ આપ્યા હોવાનું ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments