Homeગુર્જર નગરીપીએમ કિસાન યોજનાની અરજી માટે 1 જાન્યુઆરીથી ફાર્મર આઈડી ફરજિયાત

પીએમ કિસાન યોજનાની અરજી માટે 1 જાન્યુઆરીથી ફાર્મર આઈડી ફરજિયાત

Team Chabuk-Gujarat desk: ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ નોંધણી માટે તા. 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે. પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી-ખેડૂત નોધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે.

Farmer Registry

પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે. જે માટે ખેડૂતે https://gjfr.agristack.gov.in પોર્ટલ પર જાતે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ગામના ગ્રામસેવક અથવા તલાટી-કમ-મંત્રી અને તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવા, ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments