Team Chabuk-Gujarat Desk: મુસાફરોની સુવિધા માટે અને મહા કુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની વધારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બનારસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “મહા કુંભ મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી બનારસ સ્ટેશન વચ્ચે દોડશે.
ટ્રેન નંબર 09555 ભાવનગર ટર્મિનસ – બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી સવારે 5 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 14:45 વાગ્યે બનારસ પહોંચશે. આ ટ્રેન 22 જાન્યુઆરી, 16 ફેબ્રુઆરી અને 20 ફેબ્રુઆરી 2025ના રોજ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09556 બનારસ-ભાવનગર ટર્મિનસ મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 5 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 23 જાન્યુઆરી, 17 ફેબ્રુઆરી અને 21 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે.

આ સ્ટેશન પર ઉભી રહેશે ટ્રેન
આ ટ્રેન બંને દિશાઓમાં સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદિકુઇ, ભરતપુર, આગરા ફોર્ટ, સૂંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2- ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09555 માટે બુકિંગ 21મી ડિસેમ્બર, 2024 (શનિવાર) થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરુ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત