Team Chabuk-Gujarat Desk: બજેટને લઇ ખેડૂતો માટે સારા સમાચાર જાણવા મળી રહ્યા છે. 1 ફેબ્રુઆરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ બજેટમાં ખાદ્ય અને ખાતર સબસિડી માટે રૂ. ત્રણ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી શકે છે. આથી ખાતારના ભાવ વધારાનો માર ખાવો પડશે નહીં. ગયા વર્ષે પણ બજેટમાં ખાતર સબસીડી માટે આટલી રકમ ફાળવવામાં આવી હતી. ખાનગી ન્યુઝ પોર્ટલના અહેવાલ પ્રમાણે વર્ષ 2021-22માં ખાતરની સબસીડી નવો રેકોર્ડ બનાવી શકશે .
ખાતર માટે કેટલી સબસીડી?
ખાતર સબસીડી માટે રૂપિયા ૧.૨૦ લાખ કરોડ અને ફુડ સબસીડી માટે રૂ. બે લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવી શકે છે. એક અન્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે ખાતર મંત્રાલય વર્ષ 2022 માટે રૂપિયા ૧.૪ લાખ કરોડ રૂપિયાની મદદ માગ્યાના સમાચાર મળી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં નાણાં મંત્રાલયે ખાતર સબસિડી માટે રૂ. 835 અરબ ફાળવ્યા હતા પરંતુ તે માત્ર 1.5 લાખ રૂપિયા સુધી જ ફળવાઈ શક્યા હોવાના અહેવાલ છે. આમાંથી મોટા ભાગની રકમનો ઉપયોગ ખેડૂતોને સસ્તા દરે યુરિયા આપવા માટે થાય છે.
ફૂડ સબસીડી
ફૂડ સબસીડી માટે ગયા બજેટમાં રૂપિયા ૨.૪૦ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ તે બાદ સરકારે ૬૦૦ અબજ રૂપિયા ફાળવ્યા હતા.
ખાતરમાં શા કારણે ભાવ વધારો?
કોલસો અને કુદરતી ગેસની કિંમતમાં ભાવ વધારાના કારણે છેલ્લા એક વર્ષમાં ખાતરની કિંમતમાં 200 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. દેશના બજેટના કુલ ખર્ચમાંથી 10% રકમ સબસિડી પાછળ ખર્ચાઈ છે. વૈશ્વિક સ્તરે પણ કેમિકલના ભાવમાં તેજી આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે પહેલાં જ ખાતર પરની સબસીડી બે વાર વધારી દીધી છે. ખાતર પર અપાતી સબસિડીનો બોજ સરકાર ઉપર ઘણો વધી ગયો છે. જેને સરકાર ઓછી કરવા માગે છે, પરંતુ પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના કારણે સરકાર સબસીડી ઓછું કરવાનું જોખમ લેશે નહીં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
