Team Chabuk-Sports Desk: તમને કોઈ પૂછે કે ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન કોણ છે? તો બધાનો જવાબ એક જ હોય તે છે વિરાટ કોહલી. વિરાટ કોહલીની ગણતરી સૌથી સફળ કેપ્ટનમાં થાય છે. પરંતુ ભારતના પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકરે પોતાના શ્રેષ્ઠ કેપ્ટનના લિસ્ટમાં વિરાટ કોહલીને સ્થાન આપ્યું નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધુ મેચમાં કેપ્ટનશીપ કરી છે તથા મેચ જીત્યા છે. ટી-20 ક્રિકેટમાં પણ ધોની સૌથી આગળ છે. વન ડે ક્રિકેટની વાત કરવામાં આવે તો સફળ કેપ્ટનની લિસ્ટમાં માંજરેકરે ધોની, મોહમ્મદ અઝહરુદ્દીન અને સૌરવ ગાંગુલી બાદ વિરાટ કોહલીનું નામ મૂક્યું છે.
ધોનીને કેમ ગણે છે શ્રેષ્ઠ કેપ્ટન?
સંજય માંજરેકરે પોતાની પસંદગી દર્શાવતા, ધોનીને શ્રેષ્ઠ કેપ્ટનની લિસ્ટમાં સૌથી ઉપર રાખે છે. માંજરેકર કહે છે કે, શ્રેષ્ઠ કેપ્ટનની ઓળખ ICC ટુર્નામેન્ટમાં કોઈ પણ કેપ્ટને કરેલા પ્રદર્શનના આધારે કરવી જોઈએ. ધોની એક નહીં, ત્રણ-ત્રણ ICC ટ્રોફી જીતી છે. 2007માં ટી-ટ્વેન્ટી વર્લ્ડકપ, 2011નો વર્લ્ડકપ અને 2013ની ચેમ્પિયન ટ્રોફી જીતી છે.
ICCનું પ્રદર્શન
એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સંજય માંજરેકરે જણાવ્યું કે મહેન્દ્રસિંહ ધોની ભારતના સૌથી સફળ કેપ્ટન છે. સામાન્ય રીતે સફળ કેપ્ટનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઇ.સી.સીમાં તેમણે કરેલા પ્રદર્શનના આધારે જોઉં છું. કારણ કે આ ઈવેન્ટમાં જ તેની સાચી ઓળખ થતી હોય છે. બે દેશો વચ્ચેની મેચ તો ઓફિસ આવ્યા ને ઘરે ગયા એના જેવું છે.
સૌરવે વિદેશમાં પણ મેચ જીતી
સંજય માંજરેકરએ પોતાના શ્રેષ્ઠ કેપ્ટનના લિસ્ટ અંગે જણાવ્યું કે, જ્યારે આપ મહાન કેપ્ટનોની વાત કરતા હોય ત્યારે ધોનીને રાખવો જ પડે છે. કપિલ દેવે પણ મુશ્કેલીના સમયમાં ટીમ સંભાળી હતી. મેચ ફિક્સિંગ કાંડ બાદ સૌરવ ગાંગુલીએ ટીમનું સફળ નેતૃત્વ કર્યું હતું અને વિદેશમાં પણ મેચો જીતી હતી. આ લિસ્ટમાં સુનિલ ગાવસ્કરનો પણ સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા દસ વર્ષમાં નથી બની, પરંતુ આની પહેલા પણ ઘણાં સારા સુકાની થયા છે.
કોહલીની કેપ્ટનશીપ કેવી રહી ?
વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારત 2015માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ સુધી પહોચી હતી. ત્યારબાદ 2019ના વર્લ્ડકપની સેમીફાઈનલ સુધી ટીમ પહોંચી હતી. ગયા વર્ષે ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી. સંજય માંજરેકરે કોહલીના ક્યારેય ન હાર માનવા વાળા સ્વભાવનો પણ વખાણ કર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
