Team Chabuk-Gujarat Desk: પી.એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨.૫ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ છે.
ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે 15 ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. આ રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ 11 ડિજિટનો યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂટોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે.
આ આઈ.ડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨.૫ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી છે. ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.
જ્યારે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તા. ૨૫-૧૧-૨૦૨૪ પહેલા ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાતપણે પૂર્ણ કરવા જણાવાયું હતું. પરંતુ હાલમાં ગુજરાતના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહિ.

તાજેતાજો ઘાણવો
- IND vs ENG: લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ 22 રનથી જીતી, રવિંદ્ર જાડેજાની લડાયક ઇનિંગ્સ વ્યર્થ ગઈ
- આજે રાજ્યના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે