Homeગામનાં ચોરે1 ડિસેમ્બરથી મોબાઈલમાં નહીં આવે OTP ! શું છે નવો નિયમ ?...

1 ડિસેમ્બરથી મોબાઈલમાં નહીં આવે OTP ! શું છે નવો નિયમ ? જાણો

Team Chabuk-Gujarat Desk: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ લોકોને કૌભાંડો અને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે ભૂતકાળમાં ઘણાં પગલાં લીધાં છે.

તાજેતરમાં ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી હતી. આ એક મોટો નિર્ણય હતો. મહત્વનું છે કે, TRAIએ ઓગસ્ટમાં કોમર્શિયલ મેસેજ અને OTP સંબંધિત ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવા માટે સૂચનાઓ જારી કરી હતી. ટ્રાઈએ તેના અમલીકરણની તારીખ ઘણી વખત બદલી છે. ટેલિકોમ કંપનીઓ પાસે અગાઉ TRAI OTP મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા માટે 31 ઓક્ટોબર સુધીનો સમય હતો. Jio, Airtel, Vi અને BSNLની માંગને પગલે કંપનીએ તેની સમયમર્યાદા 31 નવેમ્બર સુધી લંબાવી હતી. હવે જ્યારે તેની સમયમર્યાદા નવેમ્બરમાં પૂરી થવા જઈ રહી છે, ત્યારે ટેલિકોમ કંપનીઓએ કોમર્શિયલ મેસેજ અને OTP મેસેજને ટ્રૅક કરવા માટે સેબિલિટી નિયમનો અમલ કરવો પડશે.

તાજેતરમાં ટ્રાઈએ ટેલિકોમ નિયમોમાં ફેરફાર કર્યો છે. TRAI દ્વારા ટેલિકોમ કંપનીઓને OTP આધારિત સંદેશાઓને ટ્રૅક કરવા માટે ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપવામાં આવી હતી.

જો Jio, Airtel, Vi અને BSNL 1 ડિસેમ્બરથી ટ્રેસિબિલિટી નિયમ લાગુ કરે છે, તો OTP મેસેજ આવવામાં સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે બેંકિંગ અથવા રિઝર્વેશન જેવું કોઈ કામ કરો છો, તો તમને OTT મેળવવામાં સમય લાગી શકે છે.

TRAIએ આવું પગલું એટલા માટે લીધું છે કારણ કે ઘણી વખત સ્કેમર્સ નકલી OTP સંદેશાઓ દ્વારા લોકોના ઉપકરણોને ઍક્સેસ કરે છે અને તેના કારણે લોકોને ભારે નુકસાન થાય છે. ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓ પર આનો કડક અમલ કરવાનો નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે, જેમ જેમ ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે તેમ તેમ અનેક પ્રકારના જોખમો પણ વધ્યા છે. સ્માર્ટફોને આપણાં ઘણાં મુશ્કેલ કાર્યોને સરળ બનાવ્યાં છે એટલું જ નહીં, તેણે સ્કેમર્સ અને સાયબર ગુનેગારોને લોકોને છેતરવાની એક સ્માર્ટ રીત પણ આપી છે. એટલે સુવિધાની સાથે સાવચેતી જરૂરી છે.

1 december

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments