Homeગુર્જર નગરીરાજકોટઃ પટેલ પરિવારના પિતા-પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, આર્થિક ભીંસના કારણે...

રાજકોટઃ પટેલ પરિવારના પિતા-પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, આર્થિક ભીંસના કારણે પગલું ભર્યાની ચર્ચા

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં પિતા-પુત્રએ સજોડે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે રાજકોટ (rajkot) શહેરના રજપૂતપરામાં આવેલા શ્રી જય ખોડિયાર કોમર્શિયલ સેન્ટરના બીજા માળે પિતા-પુત્રએ (father and son) એક સાથે ઝેરી દવા પી લીધી છે. પિતા-પુત્રએ એક સાથે દવા પીને જીવન ટૂંકાવી (committed suicide) લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પિતા-પુત્રએ આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું છે.

પિતા-પુત્રએ ત્રણ લાખ રૂપિયાનું દેવું થઈ જતાં કંટાળીને ઝેરી દેવા પી લીધી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ઝેરી દવા પીને આત્મહત્યા કરનાર પિતા-પુત્ર સહકારનગર મેઈન રોડ પર રહે છે. કડવા પટેલ પરિવારના પિતા-પુત્રએ સજોડે દવા પી લેતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ રજપૂતપરામાં આવેલા શ્રી જય ખોડિયાર કોમર્શિયલ સેન્ટરમાં પહોંચી હતી અને પિતા-પુત્રના મૃતદેહ કબજે કરી તપાસ શરૂ કરી હતી.

રજપૂતપરામાં આવેલી શ્રી જય ખોડિયાર કોમર્શિયલ સેન્ટરના બીજા માળે જલારામ મશીનરી સ્ટોર્સ ઓફિસ નં. 233ની બહાર બે વ્યક્તિના મૃતદેહો પડ્યા હોવાની જાણ ત્યાં આવનારા ઓફિસ ધારકે પોલીસને કરી હતી. એના આધારે પોલીસ કંટ્રોલ રૂમે આ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પીઆઈ જોશી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે શ્રી જય ખોડિયાર કોમર્શિયલ સેન્ટર ખાતે પહોંચી બંનેનાં ખિસ્સાં તપાસતાં તેમાંથી આઇકાર્ડ મળી આવ્યું હતું. જેમાં મૃતક સહકારનગર મેઈન રોડ પર બીએસએનએલની ઓફિસ સામે રહેતા પ્રતાપભાઈ અરજણભાઈ ભીમાણી અને તેમનો પુત્ર વિજય પ્રતાપભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ બનાવ અંગે મૃતકનાં પરિવારજનોને જાણ કરી હતી. પિતા-પુત્રએ રૂ.3 લાખનાં દેણાથી કંટાળી પગલું ભરી લીધાની વાત પણ સામે આવી રહી છે.

shivneha

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments