Homeગુર્જર નગરીરાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યુવકના પિતાનું પુત્ર વિયોગમાં મોત

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યુવકના પિતાનું પુત્ર વિયોગમાં મોત

Team Chabuk-Gujarat Desk: રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના ઘા હજુ રુઝાયા નથી ત્યાં જ એક પરિવારને વધુ એક કારમો ઘા સહન કરવાનો વારો આવ્યો છે. 25 મેના રોજ બનેલી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટનામાં જીવ ગુમવનાર 24 વર્ષીય યુવકના પિતાએ પણ પુત્રના વિયોગમાં જીવ ગુમાવ્યો છે. રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 24 વર્ષીય વિશ્વરાજસિંહ જશુભા જાડેજાના પિતા જશુભા જાડેજાએ પણ પુત્રના વિયોગમાં જીવ ગુમાવ્યો છે.

jashubha jadeja

વિશ્વરાજસંહ જાડેજા ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી મેળવ્યાના પ્રથમ દિવસે જ આગ દુર્ઘટનામાં મોતને ભેટ્યો હતો.  જુવાનજોધ દીકરાના મોત બાદ પિતા જશુભા જાડેજા સતત દીકરાના નામનું રટણ કરતાં હતા અને વિયોગમાં રહેતા હતા. દિવસ-રાત જશુભા જાડેજા દીકરા વિશ્વરાજસિંહને યાદ કરીને શોકમાં ડુબેલા રહેતા હતા. જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડી હતી. જશુભા જાડેજાની તબિયત વધુ બગડતાં તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે જીવ ગુમાવ્યો હતો.

ગઈકાલે રાત્રે જશુભા જાડેજાની તબિયત વધુ બગડી હતી અને તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. દીકરાના મોત બાદ 12 દિવસમાં જ પિતાએ આઘાતમાં જીવ ગુમાવતા પરિવારજનોને પણ બેવડો આઘાત સહન કરવાનો વારો આવ્યો છે. 12 દિવસમાં જ પિતા અને પુત્રએ જીવ ગુમાવતા પરિવાર નોંધારો બની ગયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments