Homeગુર્જર નગરીવડતાલ ગાદીના સ્વામી સામે યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, ઘડિયાળ ગિફ્ટ આપવાનું કહીને...

વડતાલ ગાદીના સ્વામી સામે યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, ઘડિયાળ ગિફ્ટ આપવાનું કહીને રૂમમાં બોલાવી…

Team Chabuk-Gujarat Desk: વધુ એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. વડતાલ ગાદીના વાડી સ્વામિનારાયણ મંદિરના સાધુ જગત પાવન સ્વામી પર એક યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે અને આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડતાલ ગાદીના વાડી સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી સામે ફરિયાદ નોંધાવવા વાડી પોલીસ સ્ટેશન પહોંચેલી યુવતીએ જણાવ્યું છે કે, જગત પાવન સ્વામીએ ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરના નીચેના રૂમમાં બોલાવી હતી અને પછી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદી યુવતીએ જણાવ્યું હતું કે, આ ઘટના વર્ષ 2016માં બની હતી. તેઓ તે વખતે વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી હતા.

ફરિયાદી યુવતીએ જણાવ્યું કે, 2014થી તેઓ વાડી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે જતા હતા અને 2016માં એક દિવસ રાતે મારા ફોનમાં એક ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ જગત પાવન સ્વામી હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેઓ દરરોજ ફોન કરતા હતા અને ફોન પર અભદ્ર વાતો કરતા હતા. 

યુવતીનો આરોપ છે કે, જગત પાવન સ્વામીએ 2016માં ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરના નીચેના રૂમમાં બોલાવી હતી અને પછી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન તેમણે ધમકી આપી હતી કે તું કોઈને કહીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ. સ્વામી સોશિયલ મીડિયા પરનું ગ્રુપ હતું, જેમાં ગ્રુપ વીડિયો કોલ કરાવતા હતા અને તેમાં ખરાબ હરકતો કરાવતા હતા. આ ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે મારી ઉંમર 23 વર્ષ છે. 2016માં ઉંમર નાની હોવાથી કોઈએ મારી વાતને ગંભીરતાથી લીધી ન હતી. 

jagat pavan swami

યુવતીએ કહ્યું કે, મારી એક જ માંગ છે કે, જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને મારી જેમ અન્ય કોઈ યુવતી આમનો ભોગ ન બને. આ કૃત્યમાં કોણ-કોણ સામેલ હતા એવો સવાલ પૂછતા યુવતીએ એચ.પી સ્વામી, કે.પી  સ્વામી અને જે.પી સ્વામીના નામનો ઉલ્લેખ કરતાં વડતાલ સંપ્રદાયના સાધુ અને હરિભક્તોમાં હડકંપ મચી ગયો છે. જેની સામે આરોપ લાગ્યો છે તે જગત પાવન સ્વામી હાલ વડતાલ મંદિરે રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments