Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં ફરી એકવાર સંબંધોની હત્યા થઈ છે. સગા બાપે દીકરાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. દારૂ પીવા બાબતે પિતાએ પુત્રની હત્યા કરીને શરીરના ત્રણ ટુકડા કરીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેંકી દીધા હતા. આ ક્રુર હત્યાના મામલામાં આરોપી પિતાની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે. હત્યાની આ ઘટના કોઈ સસ્પેન્સ થ્રિલર ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. ઘટનાની હકીકત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે.
હત્યા બાદ કટર વડે શરીરના ત્રણ ટૂકડા કર્યા
સમગ્ર ઘટનાની વાત કરીએ તો આરોપી પિતા નિલેશ જોશી આંબાવાડી વિસ્તારની એક સોસાયટીમાં રહેતા હતા. તેમનો 25 વર્ષીય દીકરો હિતેશ જોશી દારૂના રવાડે ચઢી ગયો હતો. જેથી ગત 18 જુલાઈની રાતે દીકરા સાથે જમવા બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન પિતાએ રસોડામાં રહેલા દસ્તા વડે દીકરા હિતેશના માથાના ભાગે સાત થી આઠ ઘા માર્યા હતા. આ બાદ સ્વયં ત્યાં જ ઢળી પડ્યો હતો. દીકરાની હત્યા બાદ નિલેશ જોશી દીકરાના મૃતદેહને સગેવગે કરવાનુ વિચાર્યું. ડેડબોડીની ઓળખાણ થાય નહિ તે માટે પિતાએ ઇલેક્ટ્રિક કટર વડે દીકરા સ્વયંના મૃતદેહને ત્રણ ભાગમાં કટ કરી નાખ્યું હતું. આ માટે કાલુપુર માર્કેટમાં જઈને કટર અને પ્લાસ્ટિકની કોથળી ખરીધી હતી. પ્લાસ્ટિકની થેલીમાં ત્રણ અંગો ભરીને અમદાવાદમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. પોતાની એક્ટિવા લઈને તેણે દીકરાના અંગોને કચરા પેટીમાં ફેંક્યા હતા.
અલગ અલગ જગ્યાએથી અવશેષો મળ્યા
પોલીસને વાસણામાંથી ધડ, ગુજરાત કોલેજ પાસેથી પગના ટુકડા સહિતનાં અંગો મળી આવ્યાં હોવાની ઘટનામાં CCTV ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ આંબાવાડીમાં રહેતા નિવૃત્ત કલાસ-2 અધિકારી નિલેશ જોશીના ઘર સુધી પહોંચી હતી. ઘરમાંથી લોહીના ડાઘ તેમ જ મૃતદેહના અન્ય કેટલાક અવશેષો મળી આવ્યા હતા, જેમાં ખુદ પિતા એ જ દીકરાની હત્યા કરીને શરીરના ટુકડા કરીને ફેંક્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નિલેશ જોશીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. આરોપી નિલેશ જોશી નિવૃત્ત સરકારી કર્મચારી છે. તેઓ એસટી વિભાગ ટ્રાફિક ઇન્ટેપક્ટર તરીકે કામ કરતો હતા.
સ્કૂટર પર લાશના ટૂકડા લઈ જતાં પિતા સીસીટીવીમાં કેદ થયા
વાસણા, કલગી ચાર રસ્તા પાસેથી અંગો મળી આવતાં પોલીસે બંને જગ્યાની આસપાસના રૂટના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું, જેમાં એક સ્કૂટર પર એક વૃદ્ધ પોલિથીન બેગમાં અવશેષો લઈને જતા સ્પષ્ટ દેખાયા હતા. ફૂટેજના આધારે રૂટ ક્લીયર કરી પોલીસે આંબાવાડીમાં આવેલી સુનિતા સોસાયટીના એક મકાન સુધી પહોંચી હતી. પોલીસે તપાસ કરતા તેમાં નિલેશ જોશી (એસટીના નિવૃત્ત ક્લાસ-2 અધિકારી) રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, નિલેશ જોશીનાં પત્નીનું અવસાન થયું હતું અને ઉપરના માળે તેમના દીકરા હિતેશ સાથે રહેતા હતા. જ્યારે તે જ મકાનના નીચેના માળે તેમનાં બહેન રહેતાં હતાં. પોલીસે ઉપરના માળે તપાસ કરતા લોહીના ડાઘ તેમ જ અન્ય અવશેષો મળી આવ્યા હતા, જેના આધારે પોલીસે નિલેશ જોશીની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. જ્યારે અવશેષો અને ધડ વિશે પોલીસે પૂછતા તે તેમના દીકરા હિતેશના હોવાનું નિલેશ જોશીએ કબૂલ્યું હતું. જોકે હત્યામાં બીજું કોઈ સંડોવાયેલું હતું કે કેમ તથા શા કારણે હત્યા કરી તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
