Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ ભૂંડ પકડવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ, કારને ફિલ્મી સ્ટાઈલમાં ટક્કર...

સુરેન્દ્રનગરઃ ભૂંડ પકડવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ, કારને ફિલ્મી સ્ટાઈલમાં ટક્કર મારી, જાહેરમાં તલવારો લઈને દોડ્યા શખ્સો

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરમાં ભૂંડ પકડવાની હદ મુદ્દે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ થઈ. જેમાં ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે. સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અહીં બે પીકઅપ વાને એક કારને ટક્કર મારી અંદર બેસેલા લોકોને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. જો કે, સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે.

મળતી માહિતી મુજબ બે પક્ષો વચ્ચે ભૂંડ પકડવા બાબતે હદ નક્કી થઈ હતી. જેમાં એક પક્ષે બીજા પક્ષની હદમાં ભૂંડ પકડતા મામલો બીચક્યો હતો. જે બાદમાં બે ગાડીમાં 15થી વધારે લોકોએ બીજા પક્ષ પર જીવલેણ હુમલો કર્યો હતો. એક કાર પર બંને તરફથી પીકઅપ વાહનથી ટક્કર મરાઈ હતી.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, એક કારને પીકઅપ વાન ટક્કર મારી રહી છે. વીડિયોમાં ઈજાગ્રસ્ત લોકોને રોડ પર ઢસડાઈને જતા જોઈ શકાય છે. આ ઉપરાંત જે કારને ટક્કર મારવામાં આવી હતી તેમાં ભૂંડ રાખવામાં આવ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments