Team Chabuk-Gujarat Desk: સુરતમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરાધમ પિતાએ પોતાની 20 વર્ષની દિકરી સાથે અડપલા કર્યા છે. શહેરના પાંડેસરામાં નિદ્રાધીન 20 વર્ષીય પુત્રીના ગળા અને છાતી પર હાથ ફેરવી પિતાના હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પુત્રીએ હાથ ઝાટકી નાખી દૂર રહેવા કહ્યું હતું. સવારે મોટી બહેન અને માતાને જાણ કરી હતી. જોકે પરિવારની આબરૂ બચાવવા ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. બીજા દિવસે રાતે પુનઃ બીભત્સ હરકત કરતાં છેવટે ફરિયાદ નોંધાવી હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારની નિદ્રાધીન 20 વર્ષીય પુત્રીના ગળા અને છાતી પર હાથ ફેરવી બીભત્સ હરકત કરી હેવાનિયત આચરનાર સગા પિતા વિરુદ્ધ પાંડેસરા પોલીસમાં છેડતીની ફરિયાદ નોંધાઈ છે. આશ્ચર્યની સાથે અચરજ પમાડનારા છેડતીના કિસ્સામાં પોલીસે પુત્રી સાથે હેવાનિયત આચરનાર પિતાની ધરપકડ કરી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આશ્ચર્યની સાથે અચરજ પમાડનારો કિસ્સો નોંધાયો છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારની 20 વર્ષીય પુત્રીએ સગા પિતા વિરુદ્ધ બીભત્સ હરકત કરી જાતીય સતામણી કર્યાની ફરિયાદ નોંધાવી છે. શર્મિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે છૂટક મજૂરી કરતા 50 વર્ષીય પિતા ભારત જાદવ અને માતા ઘરના ફ્લોરિંગ પર સૂતેલાં હતાં, જ્યારે શર્મિલા અને તેનો નાનો ભાઇ પલંગ પર સૂતેલાં હતાં. મધ્યરાત્રિના સમયે તેના પિતા પલંગની નીચે આવી સૂઇ ગયા હતા અને ગળા તથા છાતીના ભાગે હાથ ફેરવી બીભત્સ હરકતો કરી હતી.
પિતાના હવસભર્યા સ્પર્શથી દિકરી શર્મિલા ચોંકી ગઈ હતી અને નરાધમ પિતાનો હાથ ઝાટકી દૂર રહેવા કહ્યું હતું. જેથી પિતા ભારત પોતાની જગ્યા પર જઇને સૂઇ ગયા હતા. જેની આંગળી પકડી ચાલતા શીખી હતી તે પિતાએ જ શર્મિલાને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યાની જાણ મોટી બહેનને કરી હતી. મોટી બહેને પિતાના હેવાનિયતની જાણ માતાને કરી હતી.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા