Team Chabuk-National Desk: કર્ણાટકના બેંગલુરુમાં એક શરમજનક ઘટના સામે આવી છે. સ્કૂટી સવાર યુવકે વૃદ્ધને સ્કૂટી પાછળરોડ પર 1.5 કિલોમીટર સુધી ઢસડ્યા હતા. વૃદ્ધાના શરીરની ચામડી ઉતરી ગઈ તો પણ યુવકે સ્કૂટી રોકી ન હતી. હાલ વૃદ્ધાની સારવાર ચાલી રહી છે. આ આખી ઘટનાનો વીડિયો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. વૃદ્ધને સ્કૂટી વડે દોઢ કિલોમીટર સુધી નિર્દયી રીતે ઢસડનારા યુવકને લોકોએ ઝડપી લીધો હતો.
વૃદ્ધને સ્કૂટી પર ઢસડીને રસ્તા પર લઈ ગયો
સ્કૂટર દ્વારા વૃદ્ધને ઢસડી જવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જ્યારે ઘાયલ વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ આરોપી યુવકને પકડીને લોકોએ બરાબરનો માર માર્યો હતો. જે બાદ તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. શરૂઆતમાં આરોપીની ઓળખ અગીરો સાહિલ (ઉંમર 25) તરીકે કરવામાં આવી છે, જે નયનદહલ્લી કોલોનીનો રહેવાસી છે. સાહિલ મેડિકલ સેલ્સમેન હોવાનું કહેવાય છે.
વૃદ્ધ અને આરોપી યુવક બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બેંગલુરુના મગડી રોડની છે. બેંગલુરુ પશ્ચિમના ડીસીપીએ આ મામલે જણાવ્યું હતું કે, વૃદ્ધાને સ્કૂટર વડે રોડ પર ઢસડનાર યુવકની અટકાયત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, યુવક વિરુદ્ધ ગોવિંદરાજ નગર પોલીસ સ્ટેશન (બેંગલુરુ પોલીસ)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે વૃદ્ધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના નિવેદનના આધારે આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઘટનાનો વીડિયો થયો હતો વાયરલ
ઘટનાસ્થળે શું થયું તે અહીં વીડિયોમાં જોઈ શકાય છે. બેંગ્લોર પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, જ્યારે રસ્તા પરના લોકોએ જોયું કે એક યુવક એક વૃદ્ધને સ્કૂટી સાથે ઢસડી રહ્યો છે, ત્યારે અન્ય વાહનચાલકોએ તેને ઘેરી લીધો અને તેને અટકાવ્યો હતો. ત્યાર બાદ યુવકને ખૂબ માર મારવામાં આવ્યો હતો. જ્યારે કેટલાક લોકોએ વૃદ્ધને સ્કૂટી વડે ઢસડી જવાની ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.
#WATCH | Man being dragged behind a scooter on Bengaluru's Magadi road
— ANI (@ANI) January 17, 2023
The victim is currently under medical treatment a city hospital. The two-wheeler driver has been apprehended by the police at PS Govindaraj Nagar: DCP West Bengaluru
(Video verified by Police) pic.twitter.com/nntPxaZxSu
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત