Homeગુર્જર નગરીજૂનાગઢ પાણી પાણીઃ થાણાપીપળીમાં આભ ફાટ્યું 1 કલાકમાં 6 ઈંચ વરસાદ, ગોલાધરમાં...

જૂનાગઢ પાણી પાણીઃ થાણાપીપળીમાં આભ ફાટ્યું 1 કલાકમાં 6 ઈંચ વરસાદ, ગોલાધરમાં 3 કલાકમાં 5 ઈંચ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ચારે તરફ પાણી-પાણી જોવા મળ્યું. જૂનાગઢના વંથલીના થાણાપીપળી ગામે આભ ફાટ્યું. અહીં એક કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યું. ગામમાં રસ્તાઓ પર પણ કમર સમા પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. તો ગોલાધરમાં પણ 3 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો.

આ ઉપરાંત મેંદરડા, માળીયાહાટીના અને વંથલી તાલુકામાં મેઘરાજાએ ફરી મન મુકીને વરસ્યા. જૂનાગઢ શહેરમાં બપોરે બે કલાકમાં 3 ઈંચ જેવો વરસાદ વરસ્યો. જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. નદી-નાળાઓમાં નવા નીર વહેતા થતા પૂરની સ્થિતિ જોવા મળી.

ગીરનાર જંગલમાં પણ ભારે અનરાધાર વરસાદ વરસ્યો. જેના પગલે જંગલમાંથી નીકળતી અને શહેરમાંથી પસાર થતી સોનરખ નદીમાં પૂર આવ્યું.શહેર અને ગિરનાર જંગલમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો. ધોધમાર વરસાદના પગલે સોનરખ નદીમાં ભારે પૂર આવતા દામોદર કુંડ છલકાયો હતો…બીજી તરફ ગિરનાર પર્વત પર ઝરણા વહેતા થયા હતા

જૂનાગઢ શહેરમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો. ઝાંઝરડા રોડ, મધુરમ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે જિલ્લાની જીવાદોરી સમાન ઓઝત નદીમાં નવા નીર આવ્યા છે. ઓઝત નદી અનેક ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments