Team Chabuk-Gujarat Desk: ખેડામાં પોલીસ સ્ટેશનની બહાર મોડી રાત્રે લાગેલી આગમાં 25થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા છે. ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની બગહાર મોડી રાત્રે આગ લાગી હતી જેમાં 25થી વધુ વાહનો ભડથું થઈ ગયા છે. 25 જેટલા વાહનો સાથે કેમિકલ અને ઓઇલના બેરલોમાં આગ પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ વિકરાળ બની હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો.
આ આગ એટલી ભીષણ હતી કે ઘટનાની જાણ થતાં જ નડિયાદ સહિત મહેમદાવાદ, અમદાવાદ, ઓએનજીસીની 8 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આશરે દોઢ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. નડિયાદ ફાયર બ્રિગેડના ફાયર સુપરિટેન્ડન્ટ દિક્ષીત પટેલે જણાવ્યું કે, આ આગની ઘટનામાં કાર, ટ્રક, સીએનજી રીક્ષા, બાઇક સહિત 25થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા છે.
આગ વિશે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એમ. માળીએ જણાવ્યું કે, ખેડા પોલીસ સ્ટેશને ગુનાના કામ અને ડિટેન કરેલા 25 થી વધુ વાહનો અને ઓઇલ અને કેમિકલના બેરલ આગમાં ખાખ થયા છે. આગ લાગતા આસપાસના સ્થાનિક લોકોના ટોળા પોલીસ સ્ટેશન બહાર ઉમટ્યા હતા.
ઘટનાની જાણ થતાં ખેડા ઇન્ચાર્જ એસપી અર્પિતા પટેલ પણ ખેડા પોલીસ સ્ટેશન પહોંચી અધિકારી સાથે વાતચીત કરી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત