Team Chabuk-Gujarat Desk: વાપી GIDCમાં ભરત કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ આગને લઈને દૂર-દૂર સુધી ધુમાડા જોવા મળ્યા હતા. વાપીના તમામ ફાયર ફાયટર સ્થળ પર પહોંચ્યાં હતા. વાપી જીઆઇડીસીની એક કંપનીમાં આગ લાગી હતી. ફોર્ટી શેડ વિસ્તારમાં આવેલી વ્રજ કેમિકલ કંપનીમાં આ આગ લાગી હતી. આગની ઘટના બનતા 20થી વધુ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જીઆઈડીસીમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે.
વલસાડ જિલ્લાની વાપી GIDCમાં આજે બપોરના સમયે એક કેમિકલ કંપનીમાં આગ લાગ્યા બાદ ધડાધડ બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એક કંપનીમાં કોઈ કારણોસર આગ ફાટ્યા બાદ આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસની અન્ય ત્રણ કંપનીઓમાં પણ આગ ફેલાઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ઊંચે સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. હાલ ઘટના સ્થળ પર ફાયરબ્રિગેડની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વાપી GIDCમાં આવેલી વ્રજ કેમ કેમિકલ કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગતાની સાથે કંપનીમાં મુકેલા કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થવા લાગ્યા હતા. ઘટનાની જાણ કંપનીના કામદારો અને સ્ટાફને થતા કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. કામદારોએ કંપનીમાં પાર્ક કરેલી સાયકલો અને વાહનો ખસેડવા લાગ્યા હતા. કંપનીમાં મુકેલ કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થવા લાગતા આજુબાજુમાં આવેલી કંપનીઓમાં પણ આગ લાગી ગઈ હતી. કંપનીના સંચાલકો અને કામદારોએ વાપી GIDC અને નોટિફાઇડ ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ કરતા વાપી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
