Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. નજર કરીએ કયા દિવસે ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ વરસશે તો સુરત, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા, સુરત, વલસાડમાં વરસાદ વરસી શકે છે.
17 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, અમરેલી, જૂનાગઢ, અરવલ્લી, મહેસાણા, સુરત, વલસાડ, ડાંગ, મહીસાગરમાં વરસાદ પડી શકે છે. 18 માર્ચે અમરેલી, જુનાગઢ, દાહોદ, ડાંગ, તાપી, વલસાડમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે તો તાપમાનના પારામાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય પરંતુ આવતીકાલથી તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે. ભુજ, નલિયા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, કેશોદ, સુરત અને વડોદરામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત