Homeગુર્જર નગરીસૌથી મોટા સમાચાર, પોરબંદર ચૂંટણી બંદોબસ્તમાં આવેલ I.R.Bના જવાનો વચ્ચે ફાયરિંગ,...

સૌથી મોટા સમાચાર, પોરબંદર ચૂંટણી બંદોબસ્તમાં આવેલ I.R.Bના જવાનો વચ્ચે ફાયરિંગ, 2ના મોત

Team Chabuk-Gujarat Desk: પોરબંદર ખાતે ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના જવાનો વચ્ચે ઘર્ષણ થયું હોવાનો સમાચાર સામે આવ્યો છે. પોરબંદરના નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઝધડામાં અચાનક ફાયરિંગ થયું હતુ. જેમાં ઘર્ષણ બાદ ફાયરિંગમાં 2 જવાનોના મોત થયા છે અને 2 જવાનો ઇજાગ્રસ્ત થયા છે.

નવી બંદર સાયકલોન સેન્ટર ખાતે ઝઘડો થયો હતો. જેમાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચેના ઝઘડામાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન છે. ફાયરિંગમાં બે જવાનોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો અને બટાલયનના અન્ય જવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જોકે ઝઘડો ક્યા કારણે થયો છે તે અંગે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments