Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ એક્ટર સોહેલ ખાનની એક્સ વાઈફ સીમા સજદેહનો (seema sajdeh) એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પતિથી અલગ થયા બાદ સીમા સો.મીડિયામાં એક્ટિવ રહે છે. હાલમાં જ સીમા ફિલ્મમેકર કરન જોહરની ડિનર પાર્ટીમાં આવી હતી. આ ડિનર પાર્ટીનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સીમા દારૂ પીધેલી હાલતમાં જોવા મળી હતી સીમાએ ફોટોગ્રાફર્સ સામે પોઝ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વ્યવસ્થિત રીતે ઊભી પણ રહી શકતી નહોતી. સો.મીડિયા યુઝર્સે આ વીડિયો પર કમેન્ટ પણ કરી હતી.
સીમા સચદેવ રેસ્ટોરાંની બહાર જોવા મળી હતી. અહીંયા તે ફોટોગ્રાફર્સને પોઝ આપતી હતી, પરંતુ અચાનક જ તે લથડિયા ખાઈ ગઈ હતી અને તેણે દરવાજો પકડી લીધો હતો. આ વીડિયો વાઇરલ થયો હતો. એક યુઝરે કમેન્ટ કરી હતી કે દારુ ચઢી ગયો લાગે છે. અન્ય એકે કહ્યું કે વધુ પડતું પીધુ લાગે છે.
ફેશન ડિઝાઇનર સીમાએ સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન સાથે લગ્ન કર્યા હતા. સોહેલ ખાન ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ના શૂટિંગ દરમિયાન સીમા સચદેવને મળ્યો હતો. સીમા દિલ્હીની છે. જોકે, ફેશન ડિઝાઇનરમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. સોહેલને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. બંનેએ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. સીમા ખાન તથા સોહેલને બે દીકરાઓ છે, નિર્વાણ તથા યોહાન.
2017માં બંને ડિવોર્સ લેશે તેવી ચર્ચા થઈ હતી. જોકે, તે સમયે બંનેએ ડિવોર્સ લીધા નહોતા અને અલગ થઈ ગયા હતા. વેબ સિરીઝ ‘ધ ફેબ્યુલસ લાઇફ ઑફ બોલિવૂડ વાઇફ’માં સીમા તથા સોહેલ અલગ અલગ રહે છે, તે વાત બતાવવામાં આવી હતી. બંને બાળકો માટે એકબીજાના ઘરે જતા હોય છે.
સીમા ખાને કહ્યું હતું કે તમારી ઉંમર વધે છે, પરંતુ સંબંધો અલગ જ દિશામાં આગળ વધે છે. તેને આ વાતનો કોઈ અફસોસ નથી. તેઓ ખુશ છે અને તેના બાળકો પણ ખુશ છે. સોહેલ તથા તે હવે સાથે નથી, પરંતુ તેઓ એક જ પરિવારના છે. તેઓ સાથે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
