Team Chabuk-Gujarat Desk: ગરવા ગિરનારની ગોદમાં પરંપરાગત શિવરાત્રીના લોકમેળાનો સંતો, મહંતો, આગેવાનો, ભાવિકોની ઉપસ્થિતિમાં આજથી ભવનાથ મંદિરે વિધિવત પૂજા, ધ્વજારોહણ બાદ પ્રારંભ થયો છે. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા મહાવદ નોમથી મહાશિવરાત્રી મેળાનો આજે વિધિવત પ્રારંભ થયો છે. હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે આજે ગિરનાર તળેટી ગૂંજી ઉઠી હતી.
કોરોનાના કારણે શિવરાત્રી મેળો છેલ્લા બે વર્ષથી યોજોયો ન હતો. આ વખતે કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતા પ દિવસીય શિવરાત્રી મેળાને વહીવટીતંત્ર દ્રારા મંજૂરી આપવામાં આવી છે. મેળાને મન ભરીને માણી શકે તેમજ કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ માટે જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર, કોર્પોરેશન, પોલીસ વિભાગ દ્વારા સાફ-સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, બસ સેવા, સલામતી માટે પોલીસ બંદોબસ્ત સહિતનું સુચારું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
મેળાના પ્રારંભ પ્રસંગે અખાડા પરિષદના મહામંત્રી અને ભવનાથ મંદિરના મહંત હરીગીરીબાપુ, રૂદ્રેશ્વર આશ્રમના મહંત ઇન્દ્રભારતીબાપુ, ભારતી આશ્રમના મહંત હરીહરાનંદબાપુ, જૂનાગઢ મનપા મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા, ઇન્ચાર્જ કલેક્ટર મીરાંત પરીખ, કમિશનર રાજેશ તન્ના, એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, અધિક કલેકટર એલ.બી.બાંભણિયા,પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા, ધારાસભ્ય ભીખા જોષી, પૂર્વ મેયર ધીરૂ ગોહેલ, શૈલેષ દવે, કીરીટ ભીંભા, એભા કટારા સહિતના અગ્રણીઓ, કોર્પોરેટરો, શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
મધ્યપ્રદેશના ૧૦૦થી વધુ પરિવાર માળા, રૂદ્વાક્ષ, સહિતની વસ્તુનું કરે છે વેચાણ
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાતો મેળો એટલે ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો. મહાશિવરાત્રી મેળામાં સાધુ, સંતો અને લાખો ભાવિકો મેળો માણવા ઉમટી પડે છે. તેમજ મેળામાં રોજગારી મેળવવા ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી ફેરિયાઓ પહોંચી જાય છે અને મેળામાં રોજગારી મેળવી પરિવારનું ભરણપોષણ કરે છે.
મધ્યપ્રદેશ રાજ્યમાંથી આવેલા ફેરિયા અરૂણ પવારે જણાવ્યું હતું કે, ભવનાથ શિવરાત્રીના મેળામાં દર વર્ષે પરિવાર સાથે મેળામાં માળા, કંઠી, ગંગા સાગર, રૂદ્વાક્ષ, શાલીગ્રામ સહિતની વસ્તુઓ વેચવા આવીએ છીએ અને મેળામાંથી સારી એવી આવક મળે છે. જેથી પરિવારનું ભરણપોષણ કરી શકીએ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભવનાથ શિવરાત્રી મેળામાં દર વર્ષે મધ્યપ્રદેશથી ૧૦૦ થી વધુ પરિવારોના ૪૦૦ જેટલા સભ્યો માળા, કંઠી, ગંગાસાગર, રૂદ્વાક્ષ સહિતની વસ્તુઓ વેચવા માટે આવે છે અને મેળામાં વિના મૂલ્યે અન્નક્ષેત્રોમાં પ્રસાદ સાથે પાંચ દિવસના મેળા દરમિયાન સારી એવી આવક મેળવે છે.
ફેરિયાઓ કોરોના વેક્સિનથી સુરક્ષિત
ગુજરાત સરકારના આભારી છીએ કે, મેળાને મંજુરી આપવામાં આવી છે. આથી મેળામાંથી અમને રોજગારી મળે છે. કોરોનાને ધ્યાને રાખીને તમામ ફેરિયાઓએ વેક્સિન લઈ લીધી છે અને બાકીના રહેલા ફેરિયાઓને અહીંયા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન આપવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
