Team Chabuk-Gujarat Desk: સુરતમાં કામરેજના પાસોદારામાં જાહેરમાં યુવતીનું ગળુ કાપનારા ફેનીલે કોર્ટમાં ગુનો ન કબૂલતા હવે રોજ સુનાવણી થશે. ગ્રીષ્માનું ગળુ કાપનારા આરોપી ફેનીલને સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફેનીલને કડક પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. દરમિયાન કોર્ટમાં ફેનિલ વિરુદ્ધ ચાર્જફ્રેમ થયો હતો. જોકે, આરોપી ફેનીલે પોતાનો ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. આરોપી પક્ષે વકીલ દ્વારા વાંચવા માટેની મુદત માગી હતી. કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી અને આ કેસ દરરોજ ચાલશે.
કામરેજના પાસોદરામાં 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે આરોપી ફેનીલને તાત્કાલિક ઝડપી લીધો હતો. કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. તેમજ પોલીસે પણ માત્ર પાંચ દિવસમાં જ 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. કેસ ઝડપી ચાલે તે માટે ગ્રામ્ય કોર્ટનો કેસ સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
કોર્ટમાં શુ થયું ?
સુરત કોર્ટમાં સોગંધનામું સાંભળ્યા બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. આરોપી પક્ષે વકીલ તરીકે ઝમીર શેખે વાંચવા માટેની મુદત માગી હતી. કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી અને આ કેસ દરરોજ ચાલશે અને તમામ સાક્ષીઓના તમામ નિવેદનો સહિતના પુરાવા ચેક કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાશે.
ગ્રીષ્માના પરિવાર તરફથી સરકારી વકીલ આ કેસ લડી રહ્યા છે. હવે આગામી દિવસોમાં આ કેસમાં સૌ પ્રથમ મેડિકલ પુરાવા ચેક કરવામાં આવશે. જેમાં મરનાર યુવતીનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબો અને તેના મોટા પપ્પા અને ભાઈ પર હુમલો કરવા સમયે સારવાર કરનારા તબીબો સાથે સાથે વહેલી સારવાર કરનારા તબીબોને પણ જુબાની લેવામાં આવશે. ગુરુવારે કેસની મુદત દરમિયાન આરોપીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરાયો હતો. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ 80 જેટલાં દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
