Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ધોળકા નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન વહેલી સવારે ધોળકાના વારણા ગામ નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. હાલમાં અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો તે સમયે તેમની ઈકો કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે વારણા ગામ નજીક ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતક તમામ ખંભાતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વનું છે કે, હજુ 6 દિવસ પહેલાં જ લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે રોડનાં કામ ચાલતાં હોવાથી રોંગ સાઈડમાં આવતી ટ્રક સાથે કાર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલાં દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
