Team Chabuk-Gujarat Desk: વડોદરા નજીક નેશનલ હાઈવે નંબર-48 પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા છે. હાઈવે પર ઉભેલા ટ્રેલરની પાછળ કાર ઘુસી જતાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. તમામ મૃતકો એક જ પરિવારના હોય સગા-સંબંધીઓ અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બનાવની વિગતો જોઈએ તો, વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શહેરના તરસાલી વિસ્તારમાં રહેતો પટેલ પરિવાર પોતાના વતન રાજપીપળા ગયો હતો. જ્યાંથી પરત આવતી વખતે હાઇવેની બાજુમાં ઉભેલું ટ્રેલર નજરે પડ્યું ન હતું જેથી કાર પાછળથી ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે. મૃતકમાં એક વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. જો કે એક ચાર વર્ષીય બાળકનો અકસ્માતમાં આબાદ બચાવ થયો છે.

મૃતકોના નામ
પ્રજ્ઞેશભાઈ પટેલ (34)
મયુર પટેલ (30)
ઉર્વશી પટેલ (31)
ભૂમિકા પટેલ ( 28)
લવ પટેલ (1)
અકસમાતમાં ચાર વર્ષીય અસ્મિતા પટેલનો આબાદ બચાવ થયો હતો. જેને સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતના પગલે પોલીસ વિભાગ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને કારમાંથી બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી અપાયા હતા.
તાજેતાજો ઘાણવો
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?