Team Chabuk-Gujarat Desk: કચ્છના નખત્રાણા પાસે મોડી રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે. નખત્રાણાના દેવપર પાસે આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે નખત્રાણાના દેવપર અને ધાવડા ગામની વચ્ચે રોડ પર ઉભેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતાં એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે.
કારમાં કુલ છ લોકો સવાર હતા. કાર નખત્રાણાથી માંડવી તરફ જઈ રહી હતી તે દરમિયાન દેવપર અને ધાવડા ગામની વચ્ચે રોડ પર ઉભેલા ટ્રકની પાછળ કાર ઘુસી ગઈ હતી. જેમાં છ લોકોમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર નખત્રાણાના મણીનગરનો ગોસ્વામી પરિવાર હોવાનું જાણવા મળ્યું છે.
ગોસ્વામી પરિવાર હોસ્પિટલના કામથી નખત્રાણાથી માંડવી જવા નીકળ્યો હતો. તે દરમિયાન રસ્તામાં જ પરિવારના ચાર લોકોને કાળ ભરખી ગયો હતો. રોડ પર ઉભેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
