Team Chabuk-Gujarat Desk: દહેજની ઓમ ઓર્ગેનિક નામની કંપનીના પ્લાન્ટમાં રવિવારે મોડી રાતે બ્લાસ્ટ થતાં વિકરાળ આગ લાગી હતી. આ પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનથી વિસ્ફોટ થતા પાંચ કામદારોના મોત નીપજ્યા છે. જ્યારે એક કામદાર હજુ ગુમ છે. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ વિકરાળ આગ લાગી હતી. હાલ ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે.
રાસાયણિક પ્રક્રિયાને લીધે વિસ્ફોટ
આ અંગે મળેલી માહિતી પ્રમાણે, દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી.તે દરમિયાન રવિવારે રાતે અચાનક વિસ્ફોટ થતા આગ લાગી હતી. જેના કારણે ધડાકાભેર વિસ્ફોટ થયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂરદૂરથી ઉડતા જોવા મળ્યા હતા.

આગને કારણે બધુ જ બળીને ખાખ થઈ ગયું છે.. ભીષણ આગને પગલે ફાયરબ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. આ વિકરાળ આગમાં પાંચ લોકો દાઝી જતાં મોતને ભેટ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગુમ છે. જેની શોધખોળ ચાલી રહી છે. કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.. આ વિકરાળ આગમાં પાંચ કામદારોના મોત નીપજતા પરિવાર અને અન્ય કામદોરોમાં દુખની લાગણી ફેલાઇ ગઇ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
