Homeગુર્જર નગરીવડોદરાઃ દરોડા પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર બુટલેગરના સાગરીતોનો હુમલો,...

વડોદરાઃ દરોડા પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર બુટલેગરના સાગરીતોનો હુમલો, બુટલેગરને છોડાવી ટોળું ફરાર

Team Chabuk-Gujarat Desk: નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરિંગ સેલમાં મૂકાયા બાદ રાજ્યભરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને દારૂના વેપલા પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં બુટલેગર પર રેડ પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવી નગરીમાં સ્ટેટ મોનિટરિંગની ટીમ બુટલેગરને ત્યાં દરોડો પાડવા ગઈ હતી ત્યારે સ્ટેટ મોનિટરિંગની ટીમ પર પથ્થરમારો કરાયો હતો અને રેડમાં ઝડપાયેલા દારૂના જથ્થાને લૂંટીને બુટલેગર ફરાર થઈ ગયો છે.

વડોદરાના સમા વિસ્તારમાં નામચીન બુટલેગર દિલીપ ઉર્ફે લાલા ડામોરના દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડા પાડવા પહોંચી હતી. ટીમ દ્વારા બુટલેગરને ઝડપીને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તે દરમિયાન અચાનક બુટલેગરના સાગરિતો અને સ્થાનિક લોકોનું ટોળું સ્થળ પર આવી પહોંચ્યું હતું અને સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ રાઠવા અને તેમની ટીમ પર હુમલો કર્યો હતો. પોલીસે ઝડપેલા દારૂનો જથ્થો અને બુટલેગરને છોડાવવામાં ટોળું સફળ રહ્યું હતું.

shreeji dhosa

મળતી માહિતી પ્રમાણે સમા વિસ્તારમાં આવેલી ઉર્મી સ્કૂલ પાસેની નવી નગરીમાં દિલીપ ઉર્ફે લાલો ડામોર નામનો નામચીન બુટલેગર મોટા પાયે દારૂનો ધંધો કરી રહ્યો છે. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ રાઠવા અને તેમની ટીમ કાર લઈને દરોડો પાડવા પહોંચી હતી. ત્યારે નવી નગરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ રાઠવા અને તેમની ટીમે દારૂનો જથ્થો ઝડપીને મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા મુદ્દામાલની ગણતરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન બુટલેગર દિલીપ ઉર્ફે લાલો ડામોરના સાગરીતોનું ટોળું એકઠું થઈ ગયું હતું. એકઠાં થયેલા ટોળાએ પોલીસની કાર પર પથ્થરમારો કર્યો હતો જેમાં પીએસઆઈ ઈજાગ્રસ્ત થયા હતા અને કારના કાચ પણ તૂટી ગયા હતા.

આ બનાવને પગલે સમા પોલીસ સ્ટેશનમાં બુટલેગર અને તેના સાગરીતો સહિતના ટોળા ઉપર ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments