Homeગુર્જર નગરીપૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

Team Chabuk-Gujarat Desk: મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની કાલે રાત્રે 12 વાગ્યે ગાંધીનગરના પંચશીલ ફાર્મ હાઉસ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ એસીબીએ ધરપકડ કરી હતી. મોડી રાત્રે એસીબીએ વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. દૂધસાગર ડેરી સાથેની કેટલીક ખાનગી સંસ્થાઓના નામે ફંડ ટ્રાન્સફર થયાનો વિપુલ ચૌધરી પર આરોપ છે. વિપુલ ચૌધરી પર કરોડો રૂપિયાની હેરાફેરીનો આરોપ લાગ્યો છે.

વિપુલ ચૌધરીની ધરપકડથી ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. વિપુલ ચૌધરીની ધરપકડની વિધાનસભા ચૂંટણી પર અસર થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. વિપુલ ચૌધરી અગાઉ દૂધ સાગર ડેરીના ચેરમેન હતા. અગાઉ પણ એકવાર વિપુલ ચૌધરીની ધરપકડ થઇ હતી.

ગાંધીનગરમાં આવેલા તેફાર્મ હાઉસમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીઓ ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં આવી તેઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ વિપુલ ચૌધરી અને તેમના પી.એ શૈલેષ પરીખને એસીબી ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. આ કૌભાંડ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ થઈ હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments