Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 નામની બિલ્ડિંગના બાંધકામ દરમિયાન દુર્ઘટના ઘટી છે. બાંધકામમાં વપરાતી લિફ્ટ સાતમા માળેથી અચાનક તૂટીને નીચે પડતાં 7 શ્રમિકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે.
હાલ પોલીસના મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓ આ નિર્માણાધીન બિલ્ડિંગ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરી રહ્યા છે.
એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાં સવારે 9:30 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા અને તે દરમિયાન લિફ્ટ તૂટતા તેઓ નીચે પટકાયા હતા. હાલમાં ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળી હતી જેથી અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા છીએ.
મૃતકોના નામ
સંજયભાઈ બાબુભાઈ નાયક
જગદીશભાઈ રમેશભાઈ નાયક
અશ્વિનભાઈ સોમાભાઈ નાયક
મુકેશ ભરતભાઈ નાયક
મુકેશભાઈ ભરતભાઈ નાયક
રાજમલ સુરેશભાઈ ખરાડી
પંકજભાઈ શંકરભાઇ ખરાડી
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
