Homeદે ઘુમા કેવંદના કટારિયા ઉત્તરાખંડની મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગની બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત

વંદના કટારિયા ઉત્તરાખંડની મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગની બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત

Team Chabuk-Sports Desk: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રવિવારના રોજ ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડી વંદના કટારિયાને મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગની બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત કરી છે. ટોક્યો ઓલિમ્પિકમાં ટીમના શાનદાર પ્રદર્શન બાદ મહત્ત્વનું યોગદાન આપનારી હરિદ્વાર જિલ્લાની રોશનાબાદ ગામની રહેવાસી વંદનાને ઉત્તરાખંડની સરકારે 25 લાખ રૂપિયાનું પ્રોત્સાહક ઈનામ આપવાની તો પહેલાથી જ ઘોષણા કરી દીધી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, 22 મહિલાઓને તીલૂ રૌતેલી પુરસ્કાર અને 22 અન્યને આંગણવાડી કાર્યકર્તા પુરસ્કાર એનાયત કરવાના આયોજીત કાર્યક્રમ દરમ્યાન વંદનાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. તીલૂ રૌતેલી પુરસ્કાર પ્રાપ્ત કરવાની શ્રેણીમાં વંદનાના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પુરસ્કારમાં 31 હજારની ધનરાશિ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.

આ પહેલા ઉતરાખંડના ખેલ મંત્રી અરવિંદ પાંડે વંદનાના ઘરે પહોંચ્યા હતા અને તેમણે તેમની માતા અને અન્ય પરિવારજનોને શાલ ઓઢાળીને ફૂલ આપી શુભકામનાઓ આપી હતી. આ ક્ષણે મંત્રીજીએ કહ્યું હતું કે, વિષમ પરિસ્થિતિઓમાં પણ પોતાની પુત્રીને રમવા માટે પ્રેરિત કરવામાં પરિવારનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, દીકરીએ જે આટલું મોટું કામ કર્યું છે. તેની પાછળ તેના પરિવારનું પણ યોગદાન છે. તેની માતા અને ભાઈ બહેનોએ પોતાના ભાગનું સુખ પોતાની પુત્રીને આપીને તેને પ્રોત્સાહિત કરી છે. મંત્રીએ દેશ અને પ્રદેશનું નામ રોશન કરવા માટે પ્રદેશની જનતા તરફથી વંદનાના ઉજ્જવલ ભવિષ્યની કામના કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments