Team Chabuk Gujarat Desk: બનાસકાંઠામાં ચાર હાથીને કોઈ બિનવારસી હાલતમાં છોડીને જતુ રહ્યું છે. જેને લઈને વન વિભાગ અને સ્થાનિક પોલીસતંત્ર દોડતું થયું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડાના સાતસણ ગામની આ ઘટના છે. ગામની સીમમાં અચાનક ચાર જેટલા ગજરાજ જોવા મળતા ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ગજરાજનો કબજો મેળવ્યો હતો. સાથે જ તેમના ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. ચારેય હાથીના પગ એક બીજા સાથે દોરડાથી બાંધવામાં આવેલા છે. જો કે, સવાલ એ છે કે, આ હાથીનો મહાવત કોણ છે ? શા માટે તેમને બિનવારસી હાલતમાં છોડી દેવાયા છે ? શું મહાવત હાથીઓને સાચવવામાં સક્ષમ નહીં હોય ?
હાલ આ તમામ મુદ્દે વન વિભાગે પોલીસ સાથે મળીને તપાસ શરૂ કરી છે. વન વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે હાલ આ ચારે હાથી સ્વસ્થ જોવા મળી રહ્યા છે. હાથીને કોણ મૂકી ગયુ છે તેની તપાસ ચાલું છે. આશંકા એવી પણ છે કે, જે સાતસણ ગામ રાજસ્થાનની બોર્ડરથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલુ છે. એટલે હાથીને કોઈ મૂકીને રાજસ્થાન તરફ જતું રહ્યું હોય અથવા તો રાજસ્થાનથી જ હાથીને અહીં મૂકી ગયા હોય.
બીજી તરફ સ્થાનિકોમાં ચર્ચા છે કે જે લોકો હાથીને અહીં સીમમાં મૂકી ગયા છે તેમની પાસે હાથીની સારસંભાળ કરવાના રૂપિયા નહીં હોય જેથી તેમણે હાથીને અહી છોડી દીધા છે. સ્થાનિકોનું કહેવું છે કે, આવા હાથી તેમણે ઘણીવાર બનાસકાંઠા શહેરમાં જોયા છે. જો કે, અહી સીમમાં મૂકી જવાનો મહાવતનો હેતુ શું હોઈ શકે તે સમજાતું નથી.
હાથી વિશે આ જાણો
હાથી એ બુદ્ધિશાળી પ્રાણી છે. કપીરાજ અને ગજરાજની બુદ્ધિ ક્ષમતા લગભગ એક જેવી છે. એટલે જ ટ્રેનિંગ આપેલા હાથી સરકસમાં મહાવત કહે તેમ નાચતા ગાતા પણ જોવા મળે છે. હાથી સંવેદનશીલ પ્રાણીઓમાંનુ એક પ્રાણી છે જે દિવસમાં માત્ર 2થી ચાર કલાક જ ઉંઘે છે.
હાથી બે પ્રકારના છે એક એશિયન હાથી અને બીજા આફ્રિકન હાથી. એક પુખ્ત હાથી દૈનિક 250 કિલોગ્રામ ભોજન કરે છે. જ્યારે તે રોજના 100થી 150 લીટર પાણી પી લે છે. ભારતીય પુખ્ત હાથીનું વજન સરેરાશ 4 હજાર કિલોગ્રામ હોય છે. જ્યારે આફ્રિકન હાથીનું વજન 6 હજાર કિલોગ્રામ જેટલું હોય છે. એશિયન માદા હાથીનું વજન 2700 કિલોગ્રામ હોય છે. આફ્રિકન હાથી જમીન પરનું સૌથી મોટુ જીવ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત