Team Chabuk-Gujarat Desk: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અલવા ગામે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ચાર મહિલા અને એક પુરુષનું મોત નિપજ્યું છે. જ્યારે કારમાં સવાર એક બાળકીને ચમત્કારીક બચાવ થયો છે. બે કાર સામસામે ટકરાતા બન્ને કારના આગળના ભાગના કુરચેકુરચા નીકળી ગયા હતા. આ અકસ્માત બાદ હાંસોટ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં હુન્ડાઈ વેન્યૂ અને વર્ના કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં ચાર મહિલા અને એક પુરુષ એમ પાંચ લોકોના મોત થયા છે. ભરૂચના હાંસોટ તાલુકામાં જે અકસ્માત સર્જાયો છે તેમાં GJ-16-DG-8381 નંબરની હ્રુન્ડાઈ વેન્યુ કાર ભરૂચના હિરેન્દ્રસિંહના નામે નોંધાયેલી છે. જ્યારે GJ-06-FQ-7311 નંબરની હુન્ડાઈ વર્ના કાર ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઈક્રામભાઈના નામે નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે. બન્ને કાર વચ્ચે આજે અલવા ગામ પાસે જોરદાર ટક્કર થઈ હતી. બન્ને કાર સામસામે ટકરાઈ હતી જેમાં પાંચ લોકોના મોત થયા છે.
આ અકસ્માતમાં વર્ના કારમાં સવાર ઈમ્તિયાઝભાઈ પટેલ, તેમના પત્ની સલમાબેન પટેલ, ઈમ્તિયાઝભાઈના પુત્રી મારિયા દિલાવર પટેલ અને બીજી દીકરી અફિફા સફવાન ઈલ્યાસ અફીણી અને ઈમ્તિયાઝભાઈના ભાભી જમિલા પટેલના મોત નિપજ્યા છે.
તાજેતાજો ઘાણવો
- લોરેન્સ ગેંગની ધમકી અંગે સલમાને તોડ્યું મૌન, કહ્યું, “જેટલી ઉંમર લખી હશે એટલું જીવીશું”
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ