Homeગામનાં ચોરેમામાના ઘરે પહોંચવાની તૈયારી, ચંદ્રયાન-3 અંગે ઈસરોએ આપી માહિતી

મામાના ઘરે પહોંચવાની તૈયારી, ચંદ્રયાન-3 અંગે ઈસરોએ આપી માહિતી

Team Chabuk-National Desk: ચંદ્રયાન-3એ ચંદ્રની પાંચમી અને અંતિમ કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરી લીધો છે. યાન ચંદ્રની સપાટી પર વધુ નજીક આવી ગયું છે. આ અંગે ઈસરોએ કહ્યું હતું કે,ચંદ્રયાન-3એ ચંદ્ર સુધી પહોંચવાની પોતાની પ્રક્રિયા પુરી કરી લીધી છે. હવે તે પ્રણોદન મોડ્યૂલ અને લેન્ડર મોડ્યૂલને અલગ કરવાની તૈયારી કરશે.

ઈસરોએ કહ્યું હતું કે, 17 ઓગસ્ટે એટલે કે આજે ચંદ્રયાન-3ના પ્રણોદન મોડ્યૂલથી લેન્ડર મોડ્યૂલને અલગ કરશે. મહત્વનું છે કે, ચંદ્રયાન-3 ના 14 જુલાઈના પ્રક્ષેપણ બાદ પાંચ ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. 23 ઓગસ્ટે યાન ચંદ્રની દક્ષિણી ધ્રવીય ક્ષેત્ર પર લેન્ડિંગ કરશે.

Preparations to reach moon, ISRO gave information about Chandrayaan-3

ઈસરોએ ટ્વીટ કર્યું હતું કે, આજની સફળ પ્રક્રિયા સંક્ષિપ્ત અવધિ માટે જરુરી હતી. તે અંતર્ગત ચંગ્રની 153 કિમી x 163 કિમીની કક્ષામાં ચંદ્રયાન-3 સ્થાપિત થઈ ગયું, જેનું અમને અનુમાન હતું. તેની સાથે જ ચંદ્રની સરહદમાં પ્રવેશની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. હવે પ્રણદન મોડ્યૂલ અને લેન્જર અલગ થવા માટે તૈયાર છે. હવે તેની ચંદ્રયાનની ગતિ ઘટાડવાનું કામ કરાશે અને ત્યારબાદ નિશ્ચિત સમય મુજબ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગનું આયોજન છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments