Team Chabuk-Gujarat Desk: સુરતની એક જ સોસાયટીમાં રહેતા પ્રવાસીઓ પોઇચા ખાતે નર્મદા નદીમાં ન્હાવા પડતાં પાણીમાં ગરકાવ થયા હતા. કુલ 8 પ્રવાસીમાં ત્રણ નાનાં બાળકો હતાં. સ્થાનિકો દ્વારા એકને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે 7 લોકો પાણીમાં ડૂબી ગયા.
તબક્કાવાર તેમના મૃતદેહો મળ્યા હતા. બુધવારે એક જ દિવસમાં પિતા સાથે બે પુત્રો, ભત્રીજા સહિત ચારના મૃતદેહો મળી આવ્યા હતા. જ્યારે 7 વર્ષનો આર્યન હજુ પણ લાપત્તા છે. જ્યારે એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ ગત રાત્રે ઘરે લાવવામાં આવ્યા હતા. એક સાથે ચાર-ચાર અર્થી નીકળતા પરિવાર સહિત આખુ ગામ હિબકે ચઢ્યું હતું.
મૂળ અમરેલીના અને સુરત ખાતે આવેલા સાણિયા હેમાદ ગામ ખાતે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા 18 જેટલા વ્યક્તિ ગત મંગળવારનાં રોજ પોઇચા નર્મદા નદીમાં ન્હાવા માટે ગયા હતા. જેમાં 7 જેટલા લોકો નર્મદા નદીના પાણીમાં ડૂબી ગયા હતા અને એકનો બચાવ થયો હતો. 72 કલાક થયા છતાં હજુ ડૂબેલા તમામ સભ્યોમાંથી 6ના મૃતદેહ મળ્યા છે. જ્યારે 7 વર્ષનો આર્યન હજુ પણ લાપત્તા છે. જેની શોધખોળ ચાલુ છે.
અત્યાર સુધીમાં ભાવેશ વલ્લભભાઈ હડિયા (ઉં.15), ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉં.15), વ્રજ હિંમતભાઈ બલદાણિયા, ભરતભાઈ બલદાણિયા (ઉં.15), આરનવ ભરતભાઈ બલદાણિયા (ઉં.12), ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (ઉં.45)ના મૃતદેહો મળી આવ્યા છે. ગુરૂવારે એક જ દિવસમાં બે પુત્રો સાથે પિતાનો મૃતદેહ મળ્યો હતો.
છેલ્લા ત્રણ દિવસથી એનડીઆરએફ અને રાજપીપળા નગરપાલિકા, ભરૂચ, વડોદરાની ફાયર ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી છે. NDRFના ઇન્સ્પેક્ટર આશુતોષ શ્રીમાલીએ જણાવ્યું હતું કે, અમે અત્યારસુધી 6 મૃતદેહને શોધી, કેમ્પ ઉપર લાવ્યા છીએ. અમે પોઇચા પુલ સુધી તપાસ કરી રહ્યા છીએ. ડિપ કેમેરા લગાવી તપાસ કરવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત