Team Chabuk-Gujarat Desk: મોરબીમાં મોટી કરુણાંતિકા સર્જાઈ છે. મોરબીના મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસે નીચાણવાળા વિસ્તારમાં નદીમાં ન્હાવા પડેલા 3 બાળકો ડૂબી ગયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
મચ્છુ-2 ડેમના પાટીયાના રિપેરિંગ કામ માટે હાલ ડેમ ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે. ગત તારીખ 12 મેના રોજ મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારમાં નદીના પટમાં અવર જવર ન કરવા પણ સૂચના આપી હતી. તેમ છતાં આજે સાદુળકા પાસે નીચાણવાળા વિસ્તારમાં નદીના પટમાં સાત જેટલા બાળકો ન્હાવા માટે ગયા હતાં. જ્યાં ત્રણ બાળકો ડૂબી ગયા છે. મળતી માહિતી પ્રમાણે તમામ બાળકો ઘરેથી સ્વિમિંગ પુલમાં ન્હાવા જવાનું કહીને નીકળ્યા હતા.
આ અંગે ફાયર વિભાગના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મચ્છુ-2 ડેમ પાસે નદીમાં આજુબાજુના વિસ્તારના અંદાજે 16 વર્ષની ઉમરના 3 બાળકો ડૂબી ગયાની પ્રાથમિક માહિતી મળી છે. જેમને શોધવા માટે ફાયરની ટીમ કામે લાગી છે. જ્યારે અન્ય મળતી વિગત મુજબ સૌપ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચાવવા જતા બે સગીરો પણ ડૂબ્યા હતા. જ્યારે અન્ય ચાર બાળકો બહાર ઉભા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી પ્રાથમિક વિગતો મુજબ 20 વર્ષીય પરમાર ચિરાગ, 16 વર્ષીય ભાંખોડીયા ધર્મેશ અને 17 વર્ષીય ભાંખોડિયા ગૌરવ નામના યુવાનો પાણીમાં ડૂબ્યા છે અને ભાંખોડીયા આર્યન, ભાંખોડીયા જય, ભાંખોડીયા પ્રિતમ અને બાઈચીયા જૈમિન નામના ચાર યુવાનો બચી ગયાનું જાણવા મળી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા