Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેકનો ખતરો વધ્યો છે. ત્યારે રાજકોટ શહેરના નહેરૂનગર શેરી નં.4માં એક મકાનમાં ફર્નિચર કામ ચાલતુ હોય ત્યાં જ રહેતા અને અહીં મજુરી કરતા મુળ ઉતરપ્રદેશના રાજેશ શ્યામલાલ પટેલ (ઉ.વ.42) બાથરૂમમાંથી સ્નાન કરી બહાર નીકળ્યા બાદ અચાનક બેભાન થઇ ઢળી પડતા મોઢામાંથી ફીણ નીકળી ગયા હતા.

ફર્નિચરનું કામ કરતા આ યુવકને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તબીબોએ તપાસ કરી મૃત જાહેર કર્યો હતો. મૃતકને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તબીબોના મતે હાર્ટ એટેકથી મોત થયાની શંકા છે. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
