Homeસિનેમાવાદટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીના પતિનું હાર્ટ એટેકથી મોત, એક વર્ષ પહેલા જ...

ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીના પતિનું હાર્ટ એટેકથી મોત, એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા

Team Chabuk-Entertainment Desk: ટીવી સીરિયલની અભિનેત્રી શ્રુતિ શનમુગા પ્રિયાના (sruthi shanmuga priya) પતિ અરવિંદ શેખર (arvind shekar) હવે આ દુનિયામાં નથી રહ્યા. દુઃખની વાત એ છે કે શ્રુતિ શનમુગા પ્રિયા અને તેના પતિ અરવિંદ શેખરે તાજેતરમાં જ તેમની લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી હતી. અરવિંદ શેખરનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે.

બંને સ્ટાર્સે ગયા વર્ષે 27 મેના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ પૂર્ણ થવા પર અભિનેત્રીએ તેના પતિ સાથેના લગ્નની તસવીર શેર કરી અને પ્રથમ અનિવર્સીની શુભેચ્છા પાઠવી હતી. ટીવી સિરિયલ સ્ટાર શ્રુતિ શનમુગા પ્રિયાના પતિ અરવિંદ શેખર પણ જાણીતા સ્ટાર હતા. શ્રુતિ શનમુગા પ્રિયાના પતિ અરવિંદ શેખરે લગ્નના 1 વર્ષ પછી જ આ દુનિયાને અલવિદા કહી દીધું. મળતી માહિતી મુજબ, અભિનેત્રી શ્રુતિ શનમુગા પ્રિયાના પતિ અરવિંદ શેખરનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમના આકસ્મિક અવસાનથી તમિલ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.

sruthi shanmuga priya husband

શ્રુતિ શનમુગા પ્રિયાએ તેના પતિના મૃત્યુ પછી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ તેના પતિ સાથે એક ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરી અને લખ્યું, ‘શરીર જ અલગ થઈ ગયું છે પણ તમારી ભાવના અને વિચારો હંમેશા મારી સાથે રહેશે અને હંમેશા મારી રક્ષા કરશે. રેસ્ટ ઇન પીસ માય લવ અરવિંદ શેખર… તમારા માટેનો મારો પ્રેમ વધી ગયો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments