Homeગુર્જર નગરીગાંધીનગરઃ ઈન્દ્રોડા પાર્કમાં સુત્રા નામના સિંહનું અવસાન

ગાંધીનગરઃ ઈન્દ્રોડા પાર્કમાં સુત્રા નામના સિંહનું અવસાન

Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરનાં ઇન્દ્રોડા પાર્કમાં 15 વર્ષીય સુત્રા નામના સિંહનું વૃદ્ધાવસ્થાનાં કારણે અવસાન થયું છે. એટલે જૂનાગઢ શક્કરબાગ ઝુમાંથી લાવવામાં આવેલી સિંહની જોડી ખંડિત થઈ ગઈ છે. સુત્રાનું અવસાન થતા ગ્રીવા નામની સિંહણ એકલી પડી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી સુત્રાની તબિયત નાદુરસ્ત હતી.

ઈન્દ્રોડા પાર્કમાં એશિયાઇ સિંહની જોડીને જૂનાગઢ શક્કરબાગ ઝુમાંથી લાવવામાં આવી હતી. જુનાગઢથી 10 વર્ષના સુત્રા નામના સિંહ અને આઠ વર્ષની ગ્રીવા નામની સિંહણની જોડીને ઈન્દ્રોડા પાર્ક ખાતે વર્ષ – 2018માં લાવવામાં આવી હતી.

ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કના ત્રણ કેઝ કિપરને જૂનાગઢના ઝુમાં ટ્રેનીંગમાં મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રોડામાં અગાઉ વર્ષ 2001માં એક સિંહ હતો. જે બાદ ઇન્દ્રોડા પાર્કમાં સુત્રા – ગ્રીવાની જોડીને લાવવામાં આવતાં બંનેએ મુલાકાતીઓમાં આગવું આકર્ષણ જમાવ્યું હતું.

Gandhinagar A lion named Sutra died in Indroda Park

મહત્વનું છે કે, સિંહની વૃદ્ધાવસ્થાની ઉંમર 15 થી 16 વર્ષની ગણવામાં આવે છે. એ રીતે સુત્રાને વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી. જેનાં કારણે તેની તબિયત પણ નાદુરસ્ત રહેતી હતી. બંનેના ખોરાકની વાત કરીએ તો ઝૂ ઓથોરિટી દ્વારા સુત્રાને આઠેક કિલો રોજનું માંસ આપવામાં આવતું હતું. જ્યારે ગ્રીવાને રોજનું છ એક કિલો માંસ પીરસવામાં આવતું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments