Team Chabuk-Gujarat Desk: રાજકોટ બાદ હવે ગીર સોમનાથમાં સ્પાય કેમેરાકાંડનો પર્દાફાશ થયો છે. ગીર સોમનાથના વેરાવળમાં પોશ વિસ્તારમાં એક યુવકે બાથરૂમમાં સ્પાય કેમેરા લગાવ્યા હોવાનો ખુલાસો થયો છે.
વેરાવળના 80 ફૂટ રિંગરોડ પર પોશ વિસ્તારમાં ગોપાલ વણિક નામના યુવકે પાડોશીના મકાનના બાથરૂમમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ પીડિતાના મકાનની બાજુમાં નવું મકાન બનાવી રહ્યો હતો. આ દરમિયાન કન્ટ્રક્શન વખતે બાથરૂમની જાળીમાં સ્પાય કેમેરો લગાવ્યો હતા.
બાથરૂમમાં સ્નાન કરતી વખતે મહિલાનું ધ્યાન બારીમાં લગાવેલી શંકાસ્પદ વસ્તુ પર પડ્યું હતું. શંકાસ્પદ વસ્તુને જોતા મહિલાને ખ્યાલ આવ્યો હતો કે તે કેમેરા છે. જે બાદ તેણે ઘરના અન્ય સભ્યોને જાણ કરી હતી અને કેમેરા કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આરોપી ગોપાલ આ સમયે ત્યાં જ હતો જે કેમેરા લઈને ભાગી ગયો હતો. જે બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

આ સમગ્ર મુદ્દે વેરાવળ પોલીસે ગોપાલ વણિક નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ IT એક્ટની કલમ 66 (ઈ) મુજબ ફરિયાદ નોંધી છે. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. કેટલા સમયથી આરોપી પોતાના ગંદા ઈરાદાને અંજામ આપતો હતો અને ક્યારે કેમેરા લગાવ્યા હતા તેમજ રાજકોટની ઘટના જેમ આરોપી રૂપિયાની લાલચમાં કોઈ વેબસાઈટ પર આ વીડિયો અપલોડ કરતો હતો કે કેમ તે અંગે તપાસમાં ખુલાસો થશે.
તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો