Homeગુર્જર નગરીગાંધીનગર: પત્નીને પતિએ પલંગ સાથે બાંધી, સાણસી ગરમ કરી આપ્યા ડામ

ગાંધીનગર: પત્નીને પતિએ પલંગ સાથે બાંધી, સાણસી ગરમ કરી આપ્યા ડામ

Team Chabuk-Gujarat Desk: રાજ્યના પાટનગરમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કલોલ તાલુકાના રાંચરડા ગામે નશામાં ધૂત પતિએ પત્નીને ક્રૂર સજા કરી. આરોપ છે કે, પત્નીને ખાટલા સાથે બાંધીને ડામ આપ્યા. પત્ની રિસાઇને પિયર જતી રહી હતી જેનો બદલો લેવા પતિએ આવું ક્રૂર કૃત્ય કર્યું છે. પીડિત પત્નીએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ ગાંધીનગરના કલોલ તાલુકાના રાંચરડા ગામમાં પતિએ પોતાની પત્નીને ક્રૂર સજા આપી છે. દારૂડિયા પતિએ પોતાની પત્ની સાથે બદલો લેવા માટે તેને ગરમ ડામ આપ્યા છે. પત્ની વારંવારના ઘરના ઝઘડા અને પતિથી કંટાળીને પોતાના પાંચ સંતાનોને લઇને પિયર જતી રહી હતી, જેનો બદલો લેવા માટે પતિએ પોતાની પત્નીને ડામ આપ્યા હતા.

gandhinagar

પતિએ દારૂના નશામાં પોતાની પત્નીના હાથ પગ બાંધી દીધા હતા અને બાદમાં તેને પીઠ અને પગના ભાગે ગરમ સાણસી કરીને ડામ આપ્યા હતા. આ ઘટના કલોલના રાંચરડામાં ચકચાર મચી ગઈ છે. પીડિત પત્નીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments