Team Chabuk-Gujarat Desk: સુરતમાં કાતિલ દોરીએ એક યુવતીનો ભોગ લીધો છે. પતંગની દોરીથી ગળુ કપાતા યુવતીને ગંભીર ઈજા થઈ હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. અચાનક જવાનજોધ દીકરીનું મોત થયા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ ઘટના નાના વરાછા બ્રિજની છે. જ્યાં એક્ટિવા લઈને પસાર થતી યુવતીના ગળાના ભાગે પતંગની દોરી આવી ગઈ હતી. અચાનક દોરી આવી જતા યુવતીનું ગળુ કપાયુ હતુ અને તે લોહીલુહાણ થઈ ગઈ હતી. આ ઉપરાંત તે રસ્તા પર પટકાતા પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
આસપાસના સ્થાનિકોએ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મર હોવાનું સામે આવ્યું છે. યુવતીના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા